Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

જસદણના બાબુભાઇ સરધારાને ઉંચી કુદમાં ગોલ્ડ મેડલ

જસદણ તા.૨૩) જસદણમાં તા.૮ ઓકટોબર ૧૯૩૭માં જન્મેલા નિર્વ્યસની અને શિક્ષિત બાબુભાઇ સરધારા (મો.૯૮૨૪૮ ૮૬૨૮૮) એ તાજેતરમાં મેંગ્લોર ખાતે રમાયેલ ૩૮મી નેશનલ માસ્ટર એથ્લેટીક ચેમ્પીયનશીપ-૨૦૧૮માં ઉંચી કુદમાં અનેક સ્પર્ધકોને પાછળ રાખી પ્રથમ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. બાબુભાઇ સરધારાએ વિદ્યાર્થીકાળથી પ્રથમ ૧૯૫૨ની સાલમાં જયારે સૌરાષ્ટ્ર રાજય હતુ. ત્યારે ભાવનગર શહેરથી એક સ્પર્ધામાં અનેક હરિફોને પછડાટ આપી વાંસકુદમાં ત્યારના રાજવી કૃષ્ણકુમારસિંહજીના વરદ હસ્તે ઇનામ મેળવ્યા બાદ તેમણે વાંસકુદ, લાંબીકુદ અને ઉંચી કુદના અનેક મોડલો, સર્ટીફીકેટ મેળવવા પાછુ વાળીને જોયુ નથી તેમના ઘેર મેડલો ટ્રોફી અને સર્ટીફીકેટનો ઢગલો છે.

આ રમત માટે તેમણે ભારતમાં પોંડેચરી, મદ્રાસ, હૈદરાબાદ કોઇમ્બ્તુર, મૈસુર, મેંગ્લોર, બેંગલોર નાસિક, થાણા લખનો ભોપાલ, જયપુર, અને વિદેશમાં મલેશીયા થાઇલેન્ડ, શ્રીલંકા જેવા દેશોનો પ્રવાસ કરી સીનીયર સીટીઝનની સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. એકપણ વ્યસન ન ધરાવતા બાબુભાઇ હાલ શિક્ષકથી નિવૃત જીવન ગાળી રહ્યા છે પણ તેઓ નિયમિત આહાર ઉપરાંત સવારે ચાલવા માટે જાય છે યુવાનોને પણ શરમાવે તેવી ગજબ ર્સ્ફુતી ધરાવતા બાબુભાઇ પટેલ હવે રમતક્ષેત્રે નિવૃતિ લેવાનું વિચારી રહ્યા છે પણ હજુ નિવૃત થયા નથી.(૪.૮)

(12:12 pm IST)