Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

જામજોધપુર જવાહર નવોદય પરિક્ષાના પેપર સાથે સ્ટાફ શિક્ષકના ઘરમાંથી ઝડપાયા

ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓની આશા સમાન પરિક્ષામા ગેરરીતીની સંભાવના

 જામજોધપુર તા.૨૩: તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થી તથા તેમના વાલીઓની આશા સમાન જવાહર નવદિપ વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં જામજોધપુર શહેરમાં છબરડી બહાર આવ્યો છે.

એક વગદાર શિક્ષકના બે બાળકો નવદિપની પરીક્ષા આપી ત્યારબાદ પેપરનો સમય પૂર્ણ થયા બાદ પેપર લઇ જતા સ્ટાફને પેપર સાથે તે શિક્ષકના ઘરમાંથી પત્રકાર કર્મીઓએ ઝડપી લીધા હતા.

તેમાં પેપર સાથે છેડછાડ થવાની પુરી સંભાવના છે.

 

(11:12 am IST)