Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ઉનાની સરકારી હોસ્પિટલમાં ધૂળ ખાતા અદ્યતન સારવારના સાધનોઃ ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલે ધક્કા

ઉના તા. ૨૩ : ઉના તાલુકાની એક માત્ર મોટી રેફરલ હોસ્પિટલમાં સુવિધાને બદલે દુવિધા વધુ છે. ડોકટરોના અભાવે લાખો રૂપિયાની મશીનરી ધૂળ ખાઈ રહી છે તો બીજી તરફ ગરીબ દર્દીઓને નાછૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં ધકા ખાવા પડી રહ્યા છે. સોનોગ્રાફીના અદ્યતન મશીન ધૂળ ખાઈ ને કટાઈ ગયા અને ગરીબ દર્દી ને પૈસા નો બોજ વધી રહ્યો છે.

પછાત ગણાતાં ઉના તાલુકામાં પાયાની સુવિધા આપવામાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. તાલુકાના એક પણ કેન્દ્ર માં સોનોગ્રાફીની સુવિધા નથી જેને કારણે ગરીબ મહિલા ઓ ને ફરજીયાત બહાર પ્રાઇવેટ માં સોનોગ્રાફી કરવા મજબૂર બનવું પડે છે. એક તરફ સરકાર શીશુ જનની સુરક્ષાના નામે યોજના ચલાવે છે. જેમાં સગર્ભા મહિલા ને પ્રેગ્નન્સી ની શરૂઆત ના તબકકા થી લઇ ને બાળક નો જન્મ થાય ત્યાં સુધી ની તમામ સુવિધા આપવામાં આવે છે પરંતુ ઉના તાલુકા અને ગીર ગઢડા તાલુકામાં સોનોગ્રાફી ની સુવિધા નથી અને ગરીબ મહિલાઓ પૈસા ના અભાવે તે કરાવતી નથી જેના કારણે સગર્ભા મહિલા અને બાળક બને ની જાન ખતરા માં રહે છે ઉના મેડિકલ ઓફિસરઙ્ગ આ બાબતેઙ્ગ કહે છે કે ઉના બ્લોક ઓફીસે પ્રાઇવેટ ડોકટર સાથે કરાર કરેલ અને તે માર્ચ માં પૂરો થઈ ગયો છે ત્યારે દર પેસેન્ટ દીઠ ૩૯૦ રૂપિયા ચાર્જ અપાતો હતો.

ગાયનેક ડોકટરઙ્ગ ઙ્ગઉના સરકારી હોસ્પિટલ ને આપવામાં આવે તો તમામ પ્રશ્નોનો નિકાલ આવી શકે એમ છે પરંતુ એના માટે ઈચ્છા શકિત ની જરૂર પડે છે જે અહીંના કોઈ આગેવાનમાં નથી ગરીબ દર્દી આજે પ્રાઇવેટમાં જયને સોનોગ્રાફી કરાવે તો પછી આ શિશુ જનની યોજના નો કોઈ મતલબ જ નથી રહેતો તો બીજી તરફ ઉના સરકારી માં રોજ ૩૦ થી વધુ મહિલા બતાવા આવે છે અને રોજ ૧૦ થી વધુ ડિલિવરી થાય છે તેમજ દર ગુરુવારે ૧૫૦થી વધુ સગર્ભા બતાવા આવે છે ત્યારે તેમા ની મોટા ભાગની મહિલા પૈસાના અભાવે સોનોગ્રાફી કરાવ્યા વગર ઘરે ચાલી જાય છે.

હોસ્પિટલમાં ગાયનેક ડોકટર નથી અને પ્રાઇવેટ ડોકટર દર ગુરુવારે આવે છે તે પણ તેના મનપસંદ સમયે ઘણી વાર સગર્ભા મહિલાઓને આખો દિવસ બેસે ત્યારે વારો આવે છે તો બીજી તરફ લાખો રૂપિયા નો બાળકો ના ડોકટર ને જરૂરી હોય એવો સામાન ધૂળ ખાઈ રહ્યો છે. સ્થાનિક ધારાસભ્ય પૂંજાલાલ દ્વારા ડોકટરોની ભરતી માટે આંદોલન કર્યું હતું અને ૩ ડોકટરની નિમણુંક થઈ હતી પરંતુ  સ્ત્રી રોગ નિષ્ણાત અને બાળકોના ડોકટરની આ હોસ્પિટલને ખાસ જરૂર છે.(૨૧.૩)

(9:45 am IST)