Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

રાજપર કુંતાસી ગામના તળાવના કાદવમાં ભેંસ ફસાઈ :ગ્રામજનોએ મહામહેનતે બહાર કાઢી

લાંબો સમય બહાર નીકળી નહિ શકતા ભેંસ બેહોશ બની:ગામના લોકોએ મુશ્કેલી માં મુકાયેલા અબોલ જીવને બચાવી લીધો હતો

મોરબી :રાજપર કુંતાસી ગામના તળાવના કાદવમાં એક ભેંસ ફસાઈ જતા ગ્રામજનો એકત્ર થઈ મહા મહેનતે ભેંસને બહાર કાઢી બચાવી હતી.

  મળતી વિગત મુજબ રાજપર(કું) ગામના તળાવના કાદવમા ભેંસ ફસાય જતા લાંબા સમય નીકળી નાં સકતા બેહોશ થઈ હતી ગ્રામજનોને ભેંસ ફસાયનું માલૂમ પડતા તુરંત દોડી ગયા હતા અને રેસ્ક્યુ કરી બચાવી લેવાઈ હતી 

તો કાદવમાં ફસાયેલ ભેંસને બહાર કાઢી ગ્રામજનોએ જીવદયા પ્રેમનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને મુશ્કેલી માં મુકાયેલા અબોલ જીવને બચાવી લીધો હતો.

(10:43 pm IST)