Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

અમરેલીના મોટા ઉજળા ગામે ફૂડ વિભાગનો સપાટો :અખાદ્ય માવો,પેંડા શ્રીખંડનો જથ્થો ઝડપાયો :400 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

175 કિલો દૂધ મલાઈનો જથ્થો સીઝ : ગામનાં ઉપસરપંચની દુકાનમાં પણ તપાસ હાથ ધરાઇ

અમરેલીઃ જિલ્લાનાં મોટા ઉજળા ગામે ફુડ વિભાગે સપાટો બોલાવ્યો હતો. મીઠાઈની દુકાનમાં ફુડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી દરોડા દરમિયાન  ગામનાં ઉપસરપંચની દુકાનમાં પણ તપાસ હાથ ધરાઇ હતી.
   દુકાનમાંથી અખાદ્ય માવો, પેંડા, શિખંડનો જથ્થો ઝડપાયો હતો. 400 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 175 કિલો દૂધ મલાઈનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
 અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે ત્યારે ઠેર-ઠેર રાજ્યનાં અલગ-અલગ શહેરોમાં ફુડ વિભાગ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યાં છે ત્યારે ફુડ વિભાગે અમરેલીનાં મોટા ઉજળા ગામે દરોડા પાડીને મીઠાઇની અલગ-અલગ દુકાનોમાંથી મીઠાઇનો અખાદ્ય જથ્થો જપ્ત કર્યો હતો. જેમાં 400 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો તેમજ તેઓ આ મામલે વધુ પણ આગળની કાર્યવાહી હાથ ધરશે.

 

(12:31 am IST)