Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ગઢડા માતાના મઢ બસે ત્રણ પદયાત્રીઓને હડફેટે લેતા એકનું મોત : બે ઘાયલ

અમરેલીના ડ્રાઇવર સુરેશ હરેશ સોલંકી વિરૂધ્‍ધ ગુનો નોંધી કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : ચૈત્રી નવરાત્રિ દરમ્‍યાન માતાના મઢ દર્શને પગપાળા જઇ રહેલા ત્રણ પદયાત્રીઓને નખત્રાણા પાસે એસટી બસએ હડફેટે લીધા હતા.

ગઢડાથી માતાના મઢ જઈ રહેલ એસટીની સ્‍લીપર બસ નખત્રાણા વટાવી ટોડિયા ફાટક પાસે પહોંચી ત્‍યારે ત્રણ પદયાત્રીઓને હડફેટે લેતાં માંડવી (કચ્‍છ)ના નિલેશ શિવજી ફોફિંડીનુંᅠ અરેરાટી ભર્યું મોત નિપજયું હતું. જયારે દીપક ભાનુશાલી અને લક્ષ્મણ. પટણી ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયા છે. અકસ્‍માત બાદ એસટી બસના ડ્રાઈવર અને કંડકટર બન્ને નખત્રાણા પોલીસમાં હાજર થઈ ગયા હતા.  પોલીસે ડ્રાઈવર સુરેશ હરેશ સોલંકી (અમરેલી) વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. અકસ્‍માતના બનાવ બાદ કચ્‍છ એસટીના અધિકારીઓ અને નખત્રાણા ડેપોના અધિકારીઓએ ઘટના સ્‍થળે પહોંચી બનાવ અંગે માહિતી મેળવી હતી.

(11:32 am IST)