Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

કચ્‍છમાં મીની વાવાઝોડુ : અંજારમાં ૧ ઇંચ, માતાના મઢ, ગાંધીધામ, નખત્રાણા, અબડાસામાં છૂટો છવાયો ધોધમાર વરસાદ

ભરઉનાળે સતત ૫ મેં દિ' વરસાદી માહોલ વચ્‍ચે જખૌ, માંડવી દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : કચ્‍છમાં જાણે ઉનાળે ચોમાસુ જામ્‍યું છે. સતત ૫ મે દિવસેᅠ પણ વરસાદી માહોલ જામ્‍યો છે. જોકે, દરિયાઈ પટ્ટીમાં મીની વાવાઝોડું ફૂંકાયું હતું.

અંજારમાં એક ઈંચ ઉપરાંત ગાંધીધામ, નખત્રાણા અને અબડાસા, માતાના મઢમાં છૂટો છવાયો અડધોથી એક ઈંચ વરસાદ પડયો હતો. ખાસ કરીને જખૌ તેમ જ માંડવીના દરિયા કિનારે જોરદાર પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું.

જખૌમાં દરિયા કિનારે લાંગરેલ બોટો હાલકડોલક થઈ હતી. તો, માંડવીમાં દરિયા કિનારે રહેલ રાઈડસના સાધનો હવામાં ફંગોળાઈ ઉડ્‍યા હતા. અંજાર ગાંધીધામ મધ્‍યે રસ્‍તાઓ ઉપર પાણી ભરાયાં હતાં. તો, ગઢશીશા નખત્રાણા વચ્‍ચે જોરદાર વરસાદને કારણે કેરી, દાડમ સહિતના બાગાયતી પાકોને નુકસાન પહોંચ્‍યું છે.

(11:17 am IST)