Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

હળવદમાં દેશી ફ્રીજ એવા માટલા નું આગમન

હળવદ : આજના યુગમાં પણ ઘણા લોકો ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવાના બદલે માટીના બનેલા માટલા માંથી પાણી પીવાનું વધારે પસંદ કરે છે. આરોગ્‍યની દ્રષ્ટિએ પણ માટલામાંથી પાણી પીવાનું સારું માનવામાં આવે છે આથી ઉનાળાની શરૂઆત થતા હળવદ ની બજારોમાં અવનવા રૂપ ધરાવતા અને ઘાટના માટલાનું આગમન થઈ ગયું છે. નયન રમ્‍ય માટલાઓ સૌ કોઈ લોકોનું ધ્‍યાન આકર્ષિત કરે છે માટલા વેચતા હળવદના તુલસીભાઈ પ્રજાપતિએ જણાવ્‍યું હતું કે માટીના માટલાઓ પણ હવે રૂપરંગ જોઈને લોકો ખરીદી કરે છે તેમા કોરોના ના કાળપછી લોકો માટલામાં નળ હોય અને અવનવી ડિઝાઇન ના રૂપ અને ઘાટ ધરાવતા માટલા ખરીદવાનું વધુ પસંદ કરે છે માટીના માટલામાં પણ રૂપ અને ઘાટ નયન રમ્‍યો હોવાથી લોકો આકર્ષિત થઈને આ પ્રકારના માટલા વધુ ખરીદે છે સમય બદલાતા માટીના માટલામાં પણઆધુનિકતાનું નવું રુપ જોવા મળી રહ્યું છે.(તસ્‍વીર-અહેવાલ : હરીશ રબારી હળવદ

(10:59 am IST)