Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત રિવ્યૂ મિટિંગ યોજાઈ

જળસંચયના કામો તેમજ કામગીરી અંતર્ગત કરી સમીક્ષા

દેવભૂમિ દ્વારકા:ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્ય સરકારે સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાનઅમલી બનાવ્યું છે. સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન-૨૦૨૩ અંતર્ગત ત કલેકટર કચેરી, ખંભાળિયા ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ વિભાગ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ કક્ષાના મંત્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને રિવ્યૂ મિટિંગનું આયોજન કરવામાં આવેલ.

આ મિટિંગમા મંત્રી દ્વારા સંબંધિત તમામ અધિકારીઓને સુજલામ સુફલામ જલ અભિયાન ૨૦૨૩ અંતર્ગત શહેરી વિકાસ, પાણી પુરવઠા બોર્ડ, જળ સંપતિ વિભાગ, વન વિભાગ, વગેરે તમામ વિભાગો દ્વારા અભિયાન અંતર્ગત જળસંચયની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જે અન્વયે જળસંચયના કામો તેમજ અભિયાનના આયોજનમાં લીધેલ કામોની જરૂરી મંજૂરી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરી અધૂરા કામો સત્વરે પૂર્ણ કરવા તેમજ નવા કામ ચાલુ કરવા સુચના આપવામા આવી હતી.

નોંધનીય છે કે, જળસંગ્રહ અભિયાન અંતર્ગત ચેકડેમ રીપેરીંગ, તળાવ ઊંડા કરવા, નદીઓ સાફ-સફાઈ કરવી, કેનાલ સાફ-સફાઈ કરવી આ તમામ પ્રકારના મરામતના અને જળસંચયના કામો હાથ ધરવામાં આવશે.

આ તકે જિલ્લા કલેકટર એમ. એ.પંડ્યા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.આર.પરમાર, પ્રાંત અધિકારી ખંભાળિયા પાર્થ કોટડિયા તેમજ અમલીકરણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

(12:59 am IST)