Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ગોંડલ માર્કેટિંગ યાર્ડ એક અઠવાડિયા સુધી રહેશે બંધ:4 એપ્રિલથી રાબેતા મુજબ શરૂ થશે

માર્ચ એન્ડીગની કામગીરીના લીધે ગોંડલ યાર્ડની તમામ કામગીરી એક અઠવાડિયું બંધ રહેશે

ગોંડલ માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જણાવ્યું હતું કે માર્ચ એન્ડીગની કામગીરીના લીધે ગોંડલ યાર્ડની તમામ કામગીરી તા.૨૫ થી તા. 2 એટલે કે એક અઠવાડિયા સુધી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. યાર્ડની તમામ કામગીરી તા.૩-૪-૨૦૨૩થી ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે જેથી યાર્ડ ખાતે જણસી લઈને આવતા ખેડૂતોએ એક અઠવાડિયા સુધી પોતાનો માલ સામાન લઈને આવવું નહીં જેથી હેરાન થવું ન પડે તેમ અંતમાં જણાવ્યું હતું

(12:56 am IST)