Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

જામનગર-રાજકોટ હાઇવે પર સર્વોત્તમ હોટલ નજીક પરપ્રાંતીય યુવકનું ગળેટુંપો આપી હત્યા

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી

જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવકની ગોળી ધરબી દઈને હત્યાનો બનાવ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલ્યો છે, ત્યાં જ આજે વધુ એક હાઈવેની ઘટના આજે સામે આવતા ધ્રોલ પી.એસ.આઈ.કાંટેલિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયા છે, જામનગર રાજકોટ હાઈવે પર સર્વોતમ હોટેલ નજીક ગળેટૂંપો આપી 19 વર્ષીય પરપ્રાંતીય યુવકની હત્યા નિપજાવ્યાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

(8:49 pm IST)