Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

મોરબીના ઉદ્યોગપતિ પાસેથી ૧૫.૮૦ લાખની લૂંટ કરનાર ત્રણ ઝડપાયા

મોરબી : વાવડી રોડ પર ઉદ્યોગપતિની આંખમાં મરચું છાંટી બાઈકસવાર બે શખ્શો ૧૫.૮૦ લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા જે મામલે તપાસ ચલાવતા એલસીબી ટીમે ત્રણ શખ્શોને ઝડપી લઈને લૂંટમાં ગયેલ રકમ પૈકી ૧૦ લાખની રકમ અને ગુન્હામાં વપરાયેલ બાઈક રીકવર કર્યું છે

મોરબીના વાવડી રોડ પર પ્લેટીના સિરામિકના ભાગીદાર હિતેશભાઈ સરડવા તા. ૨૫ પોતાની ઈનોવા કાર લઈને ઓફિસે પહોંચ્યા ત્યારે બે અજાણ્યા મોટરસાયકલ ચાલકોએ તેની આંખમાં મરચાનું ભૂકી છાંટી તેમજ ધોકો મારી તેની પાસેથી રોકડ રકમ રૂ ૧૫.૮૦ લાખ ભરેલ થેલાની લૂંટ ચલાવી નાસી ગયા હતા જે બનાવ અંગે નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને જીલ્લા એસપી કરનરાજ વાઘેલાની સુચનાથી એલસીબી ટીમ ગુન્હાનો ભેદ ઉકેલવા કાર્યરત હોય જેમાં એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમને બાતમી મળી હતી કે આરોપીઓ તેના વતન રાધનપુર નાસી ગયા હોય અને આરોપીઓ પર બે દિવસ સુધી સતત વોચ રાખી હતી અને ગુન્હો આચરનાર શખ્શોની ઓળખ થઇ હતી જે ત્રણેય આરોઈ આજે મોરબી આઈટીઆઈ પાછળ સિલ્વર પાર્ક સોસાયટી પોતાના ઘરે આવવાના હોય જેથી એલસીબી અને એ ડીવીઝન ટીમે વોચ ગોઠવી આરોપી ભરત દયારામ ચાવડા, વિક્રમ સુડાભાઈ દીલેસા રહે બંને રાધનપુર જી. પાટણ અને ચંદુભાઈ ઉર્ફે ચનો મોહન ભિલોટા રહે સોલૈયા તા. માણાસા ગાંધીનગર મૂળ રાધનપુર વાળાને ઝડપી લઈને લૂંટમાં ગયેલ પૈકી ૧૦ લાખની રોકડ, હોન્ડા સહીત કુલ રૂ ૧૦,૭૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે

લૂંટના ગુન્હામાં ઝડપાયેલ ત્રણ પૈકી એક શખ્સ ભોગ બનનાર ઉદ્યોગપતિની જ પ્લેટીના સીર્મૈક જયારે અન્ય બે નજીકની ફેક્ટરીમાં નોકરી કરતા હતા અને આ શખ્શોએ માહિતી મેળવી રોકડ રકમની હેરાફેરી થતી હોય જે માહિતીને પગલે લૂંટના બનાવને અંજામ આપ્યો હતો 

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજા, એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી તેમજ એલસીબી ટીમના રજનીકાંત કૈલા, દિલીપ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંત વામજા, સંજય પટેલ, અશોકસિંહ ચુડાસમા, એ ડીવીઝન ટીમના નિર્મળસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભગીરથસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર, આશીફભાઈ ચાણકયા, પૃથ્વીરાજસિંહ જાડેજા અને રણવીરસિંહ જાડેજા સહિતની ટીમ રોકાયેલ હતી 

(7:02 pm IST)