Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

મોરબી જીલ્લાના ત્રણેય યાર્ડ ૧૦ દિવસ બંધ

મોરબી,તા.૨૩: મોરબી જીલ્લાના મોરબી માર્ર્કેટિગ યાર્ડ તા.૨૩ માર્ચથી ૨ એપ્રિલ સુધી બંધ રહેશે. વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તા.૨૫ થી ૩૧ માર્ચ સુધી બંધ રહેશે. અને હળવદ માર્કેટિગ યાર્ડ પણ તા.૨૨ માર્ચથી ૨ એપ્રિલ સુધી બંધ રહેશે. જેથી હરાજી સહિતના કામકાજ બંધ રહેશે. કોરોનાથી સાવચેતીના ભાગરૂપે તેમજ માર્ચ એન્ડીંગ પગલે યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું યાદીમાં જણાવ્યું હતું.

દરિયાદેવ પ્રાગટ્ય મહોત્સવ મોકૂફ

વાધરવા સ્થિત શ્રી દરિયાલાલ મંદિર ખાતે તા.૨૫ ચૈત્રીબીજ બુધવારના રોજ યોજાનાર શ્રી દરિયાદેવ પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે નોવેલ કોરોના વાઈરસના એલર્ટ ના પગલે મહોત્સવની ઉજવણી મોકુફ રાખેલ છે. જેની દરેક ભકતજનોએ નોંધ લેવી તેમ સંસ્થાના અગ્રણી ચંદ્રવદનભાઈ પુજારાની યાદીમા જણાવેલ છે.

ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મેળાવડો મોકૂફ

ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે તા. ૨૪ના રોજ ફાગણ વદ અમાસના દિવસે શકત શનાળા શકિત માતાજી મંદિરે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે હાલ કોરોનાના કહેર જેવી મહામારી હોવાથી અને સરકારની ગાઈડલાઈન મુજબ જાહેર મેળાવડા પર પ્રતિબંધ હોય જેથી તા. ૨૪ ના રોજ યોજાનાર જાહેર કાર્યક્રમ રદ કરાયો છે જેથી સમૂહ ભોજન અને જ્ઞાતિ મેળાવડો રદ કરવામાં આવે છે જેની જ્ઞાતિજનોએ નોંધ લેવા શ્રી પ્રજાપતિ યુવા સંગઠન મોરબીની યાદીમાં જણાવ્યું છે.

કોરોના મહામારીથી રક્ષણ માટે મૃત્યુંજય અનુષ્ઠાન યોજાયાં

વૈશ્વિક મહામારીથી દરેક યજમાનનું તેમજ તેમના પરિવારનું કલ્યાણ થાય અને કોરોના જેવી મહામારીમાંથી મુકિત મળે એ માટે મોરબી કર્મકાંડ પરિષદ દ્વારા નીચી માંડલ નજીકની હોટલમાં ૧૦૮ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મૃત્યુંજયનું અનુષ્ઠાન કરવામાં આવેલ.

(10:11 am IST)