Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

અમરેલીમાં રાષ્‍ટ્રીય સ્વયં સેવક સંઘના સક્રિય કાર્યકર અને ખેડૂત આગેવાન કોંગ્રેસમાં જોડાયા

 

Photo: 207382-cong-main

અમદાવાદઃ કોંગ્રેસમાંથી એક તરફ ધારાસભ્યો છોડીને જઈ રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના એક સક્રિય કાર્યકરક અને અમરેલીના એક ખેડૂત આગેવાન આજે શુક્રવારે કોંગ્રેસમાં જોડાયા હતા. લોકસભા ચૂંટણીના પડઘમની સાથે જ પક્ષપલટાની પણ સીઝન શરૂ થઈ જતી હોય છે.

RSSના સક્રિય કાર્યકર એવા પ્રશાંત જોશી આજે કોંગ્રેસમાં જોડાયા છે. તેઓ RSSમાં સંયોજક રહી ચુક્યા છે. તેઓ 10 વર્ષની ઉમરથી સંધમાં જાડાયેલા છે અને તેમણે પ્રાંત સુધીની જવાબદારી નિભાવી છે. તેઓ હાલમાં RSSની સાગરભારતી પાંખના સંયોજક છે.

કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રશાંત જોશીએ કહ્યું કે, દરિયાકાંઠાના લોકો બીમારીથી પીડાય છે. ઘણી રજૂઆત કરવામાં આવી છતાં વર્તમાન સરકાર દ્વારા પગલાં લેવામાં આવતા નથી. સંગમાં 10 વર્ષની વયથી જુદી-જુદી જવાબદારીઓ અદા કરી છે, પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. સંઘ પર એક નવો સંઘ પ્રભાવી થયો ગયો છે.

પ્રશાંત જોશીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં છેલ્લા અનેક વર્ષોથી ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ છેલ્લા 5 વર્ષથી ભાજપની સરકાર છે પરંતુ કોઈ કામ થતાં નથી. કોંગ્રેસ કામ કરવાનું ઇંધણ છે અને કોંગ્રેસમાં અનેક લોકોને વિશ્વાસ છે કે પોતાના કામ થશે.

પ્રશાંત જોષીની સાથે અમરેલીની ખેડૂત આગેવાન ચીમન ગજેરા પણ કાંગ્રેસમાં જોડાયા છે. ચીમન ગજેરાએ જણાવ્યું કે, અમરેલીમાં કોઈ જાતનો વિકાસ થયો નથી. ખેડૂતોને ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે, વીમો મળી જશે પરંતુ મળ્યો નથી. તેમણે ઉમેર્યું કે, પરેશ ધાનાણીને સરકાર સહકાર આપતી નથી.

(4:45 pm IST)