Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જામનગર દરેડ જીઆઇડીસીમાં બ્રાસપાર્ટના કારખાનામાં આગઃ ૭૦ લાખનું નુકશાન

 જામનગર તા.૨૩: જામનગરના દરેડ જીઆઇડીસીનાં બ્રાસપાર્ટના કારખાનામાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.

વહેલી સવારે અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. આ આગમાં ૧૭૦૦ થી ર હજાર કિલો પિતળનો માલસામાન અને કેમિકલ્સનાં બેરલો બળીને ખાખ થઇ ગયા હતા.

આગ ઉપર ફાયર બ્રિગેડની ટીમે કાબુ મેળવ્યો હતો.

આગની ઘટનામાં રૂ. ૭૦ લાખ જેટલું  નુકશાન થયાનો અંદાજ છે.

 

(3:16 pm IST)