Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

અનેકતામાં એકતાના સંદેશ સાથે જુનાગઢમાં ધુળેટી પર્વની ઉજવણી

જુનાગઢ, તા.૨૩:  આપણાં પ્રાચિન ઉત્સવો અને ધર્મોત્સવો આપણને અનેક રીતે સાસારીક વ્યવસ્થાઓની પગથાર રૂપી માર્ગદશર્ક બાબતો સુચવી જતા હોય છે.  તાજેતરમાં જ હોળી ધુળેટીનું પર્વ રંગે ચંગે ઉજવાઇ ગયુ, સામાન્ય રીતે ઉજવણી પરિવાર કે સોસાયટી કે ઓળખીતા સુધી સીમીત રહેતી હોય પણ વાત કરવી છે જૂનાગઢ શહેરનાં સહજાનંદ સોસાયટીનાં હોળી ઉત્સવની કે જયાં યુવાનો સહજાનંદનાં ચાચર ચોકમાં ગણપતિ ઉત્સવ હોય કે નવરાત્રી હોય કે પછી હળી ઉત્સવ હોય ધામધુમથી ઉજવતા રહ્યા છે.

 આ હોળીકા દહન કાર્યક્રમની અનેકતામાં એકતાની મીશાલ સૌ માટે પ્રેરણાદાયી બની રહી છે. અહીંનાં સર્વધર્મ સર્વ જ્ઞાતી સમુદાયનાં યુવાનો એક છત્ર તળે હળી મળીને હોલીકા દહન અને ધુળેટી પર્વનું આયોજન કર્યુ હતુ.

મોહનભાઇ રાછડીયાની નિશ્રામાં કે.સી.(કાળુભાળ) લખનભાઇ, ભાવેશભાઇ સહિતનાં યુવાનોએ પ્રાચિન પરંપરાને જાળવીને હોલીકા દહનપુર્વે શાસ્ત્રી પાસે પુજન અર્ચન કરી હદોલીકા દહન કાર્યક્રમ યોજયો હતો. રંગા રંગ અને ખોટા ખર્ચને નિવારી પાણીનો સંચય થાય તે રીતે તીલક હોળી કરી જળસંચયની ઉદાત ભાવના ચરિતાર્થ કરી હતી.

(12:12 pm IST)