Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

કચ્છમાં જર્જરીત વિજ લાઇનોના કારણે રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત

અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પીજીવીસીએલ સામે ફરિયાદ કરવા વન વિભાગને રજૂઆત

ભુજ તા. ૨૩ : ગઈકાલે અબડાસાના ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા પોતાના મતવિસ્તારના પ્રવાસે હતા. ત્યારે તેમણે ભોઆ ગામ (અલ્ટ્રાટેક સિમેન્ટની બાજુમાં) નજીકઙ્ગ વીજ થાંભલા પાસે એક મોરને મૃત હાલતમાં જોયો હતો. તરત જ ધારાસભ્યએ પોતાની ગાડીને રોકીને ભોઆ ગામના ગ્રામજનોને બોલાવીને મોરના મોત અંગે પૂછા કરતા ગામલોકોએ જણાવ્યું હતું કે PGVCLની જર્જરીત વીજ લાઈનોના કારણે મોરનું મોત નીપજયું છે.

ગ્રામજનો દ્વારા વારંવાર રજુઆત કરવા છતાં વીજતારો ડાયરેકટ જર્જરિત એંગલો સાથે બાંધેલા હોઈ પક્ષીઓ તેના સંપર્કમાં આવે છે અને વીજ શોક થી તેમનું મોત નીપજે છે. વારંવાર આવી ઘટના આગળ બની ચુકી છે. પણ, પશુપક્ષીઓની સુરક્ષા અંગે કોઈ નક્કર પગલાં લેવાતાં નથી. વીજતંત્રની આવી જ સંભવિત બેદરકારીના લીધે રાષ્ટ્રીયપક્ષી મોરનું મોત થયું છે.

જોકે, મોરના મોત ને પગલે સંવેદનશીલ બનેલા ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાર તરત જ વનવિભાગના અધિકારી શ્રી ચાવડાને ફોન કરી તાત્કાલિક મોરનું પોર્સ્ટમોર્ટમ કરાવીને PGVCL પરઙ્ગ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા આથી અગાઉ વિન્ડ મિલના કારણે તેમની પવનચક્કીથી પક્ષીઓના થતાં મોત અને પર્યાવરણના પ્રશ્ને સરકાર અનેઙ્ગ કચ્છ ના વહીવટી તંત્રનું ધ્યાન દોરવા ભુજમાં ધરણાં કરી ચુકયા છે.

(12:11 pm IST)