Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

કચ્છમાં લોકસભા ચૂંટણીનો ધમધમાટ : ગાંધીધામમાં કાલે અમિત ચાવડા કાર્યકરો સાથે સંવાદ કરશે

ભુજ તા. ૨૩ : લોકસભાની ચૂંટણી ની તૈયારીઓ સાથે જ કચ્છમાં રાજકીય ગરમી વરતાઈ રહી છે. આવતીકાલે રવિવારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કચ્છના એક દિવસના ટૂંકા પ્રવાસે આવી રહ્યા છે. કચ્છ કોંગ્રેસના પ્રવકતા ગની કુંભાર અને દિપક ડાંગરની યાદીમાં જણાવ્યાનુસાર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ગાંધીધામ મધ્યે કચ્છ કોંગ્રેસના કાર્યકર મિલનમાં ઉપસ્થિત રહેશે.

કચ્છ કોંગ્રેસના કારોબારી સદસ્યો સાથે બેઠક યોજયા બાદ અમિત ચાવડા કોંગ્રેસ કાર્યકરોને સંબોધન કરશે. તેમની સાથે મોરબી કચ્છ બેઠકના લોકસભા ઇન્ચાર્જ ખુરશીદ સૈયદ, ધારાસભ્ય પ્રવિણ મારૂ, કચ્છ કોંગ્રેસના પ્રભારી હીરાભાઈ જોટવા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કચ્છ કોંગ્રેસના બે ધારાસભ્યો સંતોકબેન પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, પ્રદેશ મંત્રીઓ રવિન્દ્ર ત્રવાડી, અરજણ ભુડિયા, રફીક મારા, કલ્પનાબેન જોશી ઉપસ્થિત રહેશે.

જોકે, પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી કચ્છ લોકસભાની બેઠકના ઉમેદવારનું નામ હજી જાહેર કરાયું નથી પણ બિન સતાવાર રીતે મળતી માહિતી મુજબ પૂર્વ જિલ્લા પ્રમુખ નરેશ મહેશ્વરીનું નામ નિશ્યિત મનાય છે.

(12:10 pm IST)