Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગાળા ગામની સીમમાં દારૂ બનાવવાની ભઠ્ઠીઝડપાઇ

 ધ્રાંગધ્રા ડીવીઝનના સ્કવોર્ડના  એ. એસ. આઇ. આર. ડી. ભરવાડ, તથા પો. કોન્સ. પંકજભાઇ દૂલેરા વિ. સ્ટાફના માણસો ધ્રાંગધ્રા તાલુકા પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ ફરતા હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે ધ્રાંગધ્રા તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ રામવાડી નામે ઓળખાતા તળાવના કાંઠાની જગ્યા ઉપર રેઇડ કરતા ગે. કા. રીતે ચાલતી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પકડી પાડેલ અને રેઇડ દરમ્યાન હરેન્દ્રસિંહ કિરીટસિંહ જાડેજા રહે. ગાળા નાસી ગયેલ તે જગ્યા ઉપરથી દેશી દારૂ લી. ર૦ કિ. રૂ. ૪૦૦ તથા આથો લી. ૧૮૯૦  કિ. રૂ. ૩૭૮૦ તથા ભઠ્ઠીના સાધનો મુદામાલ કિ. રૂ. ૧પપ૦ એમ વિગેરે કુલ મુદામાલ કિ. રૂ. પ૭૩૦ મળી આવતા કબ્જે કરેલ છે અને તપાસ ધ્રાં. તાલુકા પો. સ્ટે. દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

(12:04 pm IST)