Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ખંભાળીયાની વિજય ચેરી.હાઇસ્કુલમાં વિશ્વ ચકલી દિનની ઉજવણી : માળાનુ વિતરણ

ખંભાળીયા તા.૨૩ : વિજય ચેરી. હાઇસ્કુલમાં વિશ્વ ચકલી દિનની ઉજવણી કરાઇ હતી. શાળાના બાળકોને ચકલી વિશે જાણકારી અપાઇ હતી તથા ચકલીની સંખ્યા ઓછી થતી જતી હોય તેને બચાવવા માટે પ્રયાસો અંગે માર્ગદર્શન અપાયુ હતુ.

શાળાના ઉત્સાહી વિદ્યાર્થીઓ પોતાના ઘેર તથા આંગણામાં ચકલીના માળા રાખીને ચકલીને સલામત રાખી શકે તે માટે શાળાના શિક્ષક શ્રી આશિષ ભટ્ટ તથા નરોતમભાઇ સાકરીયા દ્વારા છાત્રોને ૨૦૦ ચકલીના માળા આપીને ચકલી બચાવવાના અભિયાન તરફ પ્રેરીત કરાયા તથા ખંભાળીયાના સેવાભાવી કાર્યકર કમલેશભાઇ જી.જોશીના સૌજન્યથી શાળાના મેદાન દિવાલોમાં ૭૦ જેટલા પતરાના ડબલાના માળા રાખીને ચકલી બચાવો અભિયાન કરાયુ હતુ.

(12:03 pm IST)