Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જોરાવરનગરના વૃધ્ધ દ્વારા અનોખી સેવા

પક્ષીઓને ચણ-કૂતરાને બિસ્કિટ ૨૦ વર્ષથી ખવડાવે છે

વઢવાણ તા. ૨૪ : સુરેન્દ્રનગર જિલ્લોએ સમગ્ર ગુજરાતમાં સેવા ભાવિ જિલ્લા તરીકે નામના મેળવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પક્ષીઓને ચણ અને પશુઓને ઘાસચારો મળી જ રહે છે. અનેક એવા દાતાઓ દ્વારા પક્ષી ઘર અને પક્ષીઓ ને પાણી પીવા માટે કુંડ નું વિસ્તરણ કરવા માં આવે છે.

હાલ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પશુઓ અને પક્ષીઓ માટે પીવાના પાણીની ખૂબ મોટી અને ગંભીર સમસ્યા સર્જાય છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ માટે સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર જીવદયા પ્રેમીઓ દ્વારા કુંડ અને માળાનું વિતરણ કરવામાં આવ્યું છે.

જોરાવરનગર વિસ્તારના સુભાસ રોડ ઉપર નાની એવી દુકાન ચલાવતા નરસિંહ ભાઈ દવારા છેલ્લા ૨૦ વર્ષ થી અબોલ પશુ અને પંખીઓની અનોખી સેવા કરવામાં આવે છે. દરરોજ ૧૦થી વધુ કૂતરાઓને બિસ્કિટ ખવડામાં આવે છે. જયારે પક્ષીઓ માટે ચણ પાણીની પણ અનોખી વ્યવસ્થા કરવામાં આવે છે. નરસીભાઈ સમગ્ર જોરાવરનગરમાં સેવાકિય પ્રવૃત્તિમાંઙ્ગ હરહંમેશા આગળ રહે છે.(૨૧.૧૧)

(12:02 pm IST)