Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

લાખયાણીમા ખૂન અને હત્યાના પ્રયાસના ગુન્હામાં દાના ચાવડાને ઝડપી લેતા બોટાદ એસઓજી

ભાવનગર, તા.૨૩: અશોક કુમાર, નાયબ પોલીસ મહાનિરિક્ષક  ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત બોટાદ જીલ્લાના પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપી શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને શ્રી. હર્ષદ મહેતા, પોલીસ અધીક્ષક બોટાદ નાઓની સુચનાથી એસ.ઓ.જી.શાખા બોટાદ નાઓએ સદર કામગીરી હાથ ધરતા બોટાદ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૬૨/૧૪ ઇ.પી.કો.કલમ ૩૦૨,૩૦૭, વિ.ના કામનો આરોપી દાનાભાઇ સાજણભાઇ ચાવડા રહે.લાખયાણીવાળો ભાવનગર જીલ્લા જેલ ખાતેથી વચગાળાના જામીન ઉપર છુટેલ અને તા.૦૩/૧૧/૨૦૧૮ના રોજ પેરોલ ઉપરથી હાજર નહીં થઇ ફરાર થયેલ હતો મજકૂર આરોપીની શોધખોળ કરતા બાતમી આધારે નવસારી ખાતેથી સદરહુ આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. કામગીરી એમ.એમ.દિવાન પોલીસ ઇન્સપેકટર તથા હેડ કોન્સ મહવિરસિંહ બનેસિંહ ગોહિલ, પો.કોન્સ ભગીરથભાઇ જોરૂભાઇ , હેડ કોન્સ રાઘવભાઇ ભરાડીયા એ રીતેની એસ.ઓ.જી.શાખાની ટીમ દ્વારા કરવામાં આવેલ છે.(૨૨.૪)

 

(12:00 pm IST)