Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

દ્વારકાના પદયાત્રીઓ માટે રિલાયન્સ દ્વારા સેવા કેમ્પ યોજાયો

૧,૦૦,૦૦૦ યાત્રાળુઓને મળ્યો લાભ

જામનગર તા. ૨૩ : યાત્રાધામ દ્વારકાના પ્રસિદ્ઘ અને પરંપરાગત ફૂલડોલ (હોળી) ઉત્સવ ઉજવવા પદયાત્રા કરી દ્વારકા પહોંચતા પદયાત્રીઓની સુવિધા માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા દરવર્ષની જેમ યોજવામાં આવેલા સેવા કેમ્પને પદયાત્રીઓનો ખૂબ જ અદભૂત પ્રતિસાદ મળ્યો હતો. લગભગ ૧,૦૦,૦૦૦ જેટલા યાત્રાળુઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ પદયાત્રી સેવા કેમ્પનું આયોજન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. રિફાઇનરી સંકુલની પાસે રિલાયન્સ ગ્રીન્સ સામેના દ્વારકા હાઇ-વે ઉપર કંપનીની સામાજિક ઉત્ત્।રદાયિત્વ (કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી – સી.એસ.આર.)ના ભાગ રૂપે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં અંદાજીત ૮૦૦ વ્યકિતઓ માટે રાત્રિ આરામની સુવિધા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, ચા-નાસ્તા અને જમવાની વ્યવસ્થા, શૌચાલયની સુવિધા, તબીબી સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ખંભાળિયા અને ભાટીયા વચ્ચે અન્ય એક મેડિકલ કેમ્પનું આયોજન રિલાયન્સ કોમ્યુનીટી મેડિકલ સેન્ટરના સહયોગથી કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓને ફિઝીયોથેરાપીની સારવાર પણ આપવામાં આવી હતી.

આ સ્થળે ઊભાં કરવામાં આવેલ ટેન્ટમાં દ્વારકાધીશના ભકિત-સંગીતની અવિરત સુરાવલીઓ પદયાત્રીઓના ઉત્સાહમાં સતત વધારો કરતી હતી. હાઇ-વે પર અકસ્માત ટાળવા અને પદયાત્રીઓની સલામતી માટે દરેક પદયાત્રીનાં સામાનની પાછળ અને તેમની લાકડી પર રેડિયમ સ્ટીકર લગાડવામાં આવ્યા હતા.

રિલાયન્સના સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગના કર્મચારીઓ, ઉપરાત રિલાયન્સના અધિકારીઓ, કર્મચારીઓ તેમના પરિવારજનો, આસપાસનાં ગામોના ગ્રામજનો ઉપરાંત રિલાયન્સ ગ્રીન્સમાં રહેતાં સિનિયર સિટીજનોએ સ્વયં સેવક તરીકે સેવા આપી હતી. (૨૧.૧૦)

(11:59 am IST)