Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મોટી મારડની મજુર મહિલાના બાળકને બચાવી લેવાયો

ધોરાજી, તા.૨૩: મોટી મારડ ખાતે સીમમાં રહેતા મજુર જે મહારાષ્ટ્રના નેહુરબાર ગામના છે. અને વહેલી સવારે પ્રતીક્ષાબેન વિજયભાઇ મેટાડીયા નામની મજુર મહીલાને પ્રસુતી પીડાઓ ઉપડતા વહેલી સવારે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે મહીલાને ૮ માસે નોર્મલ ડીલવરી બાદ બાળક ન રડતા અને બાળકના ધબકારા અનીમીયતતા અને શ્વાસ ચાલુ બંધ થઇ જતા ડો.રાજબેરાએ તાત્કાલીક ૧૦૮ બોલાવી બાળકને રાજકોટ રીફર કરેલ અને ૧૦૮ બોલાવી બાળકને રાજકોટ રીફર કરેલ અને ૧૦૮ના ડોકટર સુફીયાએ ઓકિસજન અને પંપીંગ કરી ૧ કલાકમાં રાજકોટ પહોંચાડી બાળકને તાત્કાલીક સારવાર મળતા બાળક બચી ગયેલ.

આ તકે મજુર પરીવારે ૧૦૮ના ડો.સુફીયાન અને પાયલોટ ભગીરથસિંહને સલામ કરેલ. આ તકે ધોરાજી સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો.જયેશભાઇ ફરજ પરના ડો.રાજબેરા અન સ્ટાફ તેમજ ૧૦૮ની સેવાઓને બીરદાવી અને બાળક હાલ ભયમુકત હોવાનું જાણવા મળેલ છે અને લોકોએ સરકારી હોસ્પિટલની સેવાઓને બીરદાવી હતી.

(11:58 am IST)