Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મહત્તમ તાપમાનનો પારો ઉંચકાયોઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉકળાટ

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો ઉંચકાતા અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. મોડી રાત્રીના અને વહેલી સવારનાં સમયે પણ ઠંડક ગાયબ થઇ જતા ઉનાળા જેવુ વાતાવરણ આખો દિવસ અનુભવાય છે.  બપોરના સમયે લઘુતમ તાપમાનનો પારો સતત ઉંચે ચડવા લાગે છે. જેના કારણે લોકો પરસેવે રેબઝેબ થાય છે.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ  ૩૪, લઘુતમ ર૧, ભેજ ૬૦ ટકા, પવન પ.૪ કિ. મી. પ્રતિ કલાક રહી હતી.

(11:58 am IST)