Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મોરબી એસઓજીએ ઉંટબેટ ગામના કરીમને દેશી બંદુક સાથે ઝડપી લીધો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ (નીચે બેઠેલ) સાથે એસ. ઓ. જી.નો કાફલો નજરે પડે છે.  (તસ્વીર : પ્રવિણ વ્યાસ મોરબી)

 મોરબી તા. ર૩ :.. મોરબી એસઓજીએ ઉટબેટ ગામેથી સંધી શખ્સને દેશી બંદુક સાથે ઝડપી લીધો હતો.  મળતી વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આગામી લોકસભા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે મોરબી જીલ્લામાં ગેરકાયદે હથિયારો રાખી અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો શોધી કાઢવાની સુચનાને પગલે એસઓજી પીઆઇ જે. એમ. આલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન એસઓજી ટીમના ભરતભાઇ જીલરીયા અને ધર્મેન્દ્ર પટેલને મળેલી બાતમીના આધારે મોરબીના ઉંટબેટ (શામપર) ગામે પાણીના ટાંકા પાસેથી આરોપી કરીમ ફુલ્લુભાઇ લુંણાઇ સંધી (ઉ.૩પ) રહે. ઉંટબેટ વાળાને દેશી બનાવટની મઝલલોડ (જામગરી) બંદુક નંગ ૧ કિંમત ર૦૦૦ સાથે ઝડપી લઇને આર્મ્સ એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:57 am IST)