Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

વઢવાણમાં કોંગ્રેસનું મહિલા સંગઠન સંમેલન

ગાયત્રીબા વાઘેલા, ગીતાબેન, દિપ્તીબેન સોલંકી સહિતની ઉપસ્થિતી

વઢવાણ તા.ર૩ : સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ અને સુરેન્દ્રનગર શહેર મહિલા કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની ઉપસ્થિતિમાં લોકસભા ર૦૧૯ ની ચૂંટણી અનુસંધાને વિધાનસભા મત ક્ષેત્રમાં મહિલાઓ ખુબ અસરકારક ભુમિકા પ્રદાન કરે અને કોંગ્રેસ પક્ષની વિચારણધારા અને સિદ્ધીઓ જન જન સુધી પહોંચાડવાની કામગીરી કરે તે હેતુસર મહિલા સંગઠન સંમેલનનું આયોજન વઢવાણ શહેર ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મહિલા સશકિતકરણ અને મહિલાઓના હક્ક અને અધિકાર માટે તથા સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષોથી બંધ પડેલ નારી સુરક્ષા કેન્દ્ર તાત્કાલિક કાર્યરત નહી કરવામાં આવે તો ભાજપ સરકાર સામે લાલ આંખ કરી આંદોલન કરવાની ફરજ પડશે તેવી સામુહિક રજુઆત કરવામાં આવી હતી. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમા રાખીને પ્રત્યેક મતદાન મથકો પર બુથ દિઠ બે શિક્ષીત મહિલા સહયોગીને મુકવામાં આવશે જે મતદાન મથકો પર આદર્શ આચાર સંહિતાનો અમલ કરાવવા સક્રિય રહશેે.

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ  ગાયત્રીબા વાઘેલા, ગીતાબેન રંગપરા અને સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રભારી દિપ્તીબેન સોલંકીએ મોંઘવારી મુદ્દા પર, દિનપ્રતિદિન મોંઘુ શિક્ષણ, પાયમાલ થતો ખેડુત અને ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર વધ્યો છે તે અંગે ચિંતા વ્યકત કરી અને આગામી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને જવલંત વીજયી બનાવવા આજથી કામે લાગી જવા મહિલાઓને હાકલ કરી હતી.  આ કાર્યક્રમનુ સફળ આયોજન અને સંચાલન સુબોધ જોષી અને સુરેન્દ્રનગર શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

(11:54 am IST)