Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

પોરબંદર લોકસભા બેઠકનું મંગળવારે વંથલીમાં ભાજપ દ્વારા વિજય સંકલ્પ સંમેલન

ધોરાજી તા. ૨૩ : પોરબંદર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે વિજય સંકલ્પ સંમેલન તા.૨૬ને મંગળવારે સાંજે ચાર કલાકે સ્વામિનારાયણ ગુરૂકુળ વંથલી ખાતે આયોજન કરવામાં આવેલું છે.

આ સંમેલનમાં ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તેમજ રાજય સરકારના મંત્રી વાસણભાઈ આહિર, લોકસભા સીટના પ્રભારી રમેશભાઈ મોગરા, લોકસભા સીટ ઇન્ચાર્જ બાબુભાઈ બોખીરીયા શાહ, ઇન્ચાર્જ જયંતિભાઈ ઢોલ, દિલીપભાઈ ગાંધી સહિત પ્રદેશ અને રાજકોટ જૂનાગઢ પોરબંદર જિલ્લા ભાજપના હોદ્દેદારોઙ્ગ વિજય સંકલ્પ સંમેલનને સંબોધન કરી આગામી લોકસભાની ચૂંટણીમાં પોરબંદર લોકસભા સીટ માટે જે ઉમેદવાર નક્કી થાય તેને જંગી લીડથી ચૂંટી કાઢવા માટે સંકલ્પ લેવડાવવામાં આવશે આવનારી લોકસભાની ચૂંટણી એટલે કોઈ ઉમેદવારની ચૂંટણી નહીં પરંતુ દેશને મજબૂત કરવા માટે નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ મજબૂત કરવા માટેઙ્ગ ચૂંટણી છે જેથી કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીનું કાર્ય અને સંકલ્પ સિદ્ઘ કરવા માટે આજથી જ કામે લાગી જવા માટે વિજય સંકલ્પ સંમેલનમાં જોડાવા માટે રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી ભાનુભાઈ મેતા, પોરબંદર લોકસભા સીટના મીડિયા ઇન્ચાર્જ કિશોરભાઈ રાઠોડ, વિજયભાઈ થાનકી, હિતેશભાઈ પંડ્યા વિગેરે યાદીમાં જણાવ્યું છે.(૨૧.૧૨)

(11:52 am IST)