Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ગોંડલના કોલીથડમાં પ્રૌઢની લાશ મળી

રાજકોટઃ ગોંડલ તાલુકાના કોલીથડ ગામે મકાનમાં અજાણ્યા પ્રૌઢની લાશ પડી હોવાની ગામના સરપંચે તાલુકા પોલીસમાં જાહેરાત કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં મૃતક ગફારભાઇ કાસમભાઇ નકાણી (રહે.કોલીથડ) હોવાનું ખુલ્યું હતું. મૃતક ગફારભાઇ તેના જ મકાનમાં એકલવાયું જીવન જીવતા હતા. મૃતકની લાશને પીએમ માટે ગોંડલ હોસ્પીટલમાં ખસેડાયેલ છે.ગફારભાઇનું કુદરતી મોત થયું છે કે અન્ય કોઇ કારણ છે?  તે અંગેપોલીસે તપાસ હાથ ધરી છે. (તસ્વીરઃ અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:52 am IST)