Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મંગળવારે મેંદરડામાં માર્કેટીંગ યાર્ડનું લોકાર્પણ

સંતો-મહંતો આશિર્વચન પાઠવશેઃ તૈયારીને આખરી ઓપ

રાજકોટ તા.૨૩: જૂનાગઢ જિલ્લાનાં મેંદરડામાં તા. ૨૬ને મંગળવારે આલીધ્રા રોડ ઉપર માર્કેટીંગ યાર્ડનો લોકાર્પણ કાર્યક્રમ સવારે ૯ વાગ્યે યોજાશે.

અદ્યતન સુવિધા યુકત સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટીંગ યાર્ડનું ગોસ્વામી શ્રીપિયુષબાવાશ્રી મોટી હવેલી, જુનાગઢ તેમજ શાસ્ત્રી શ્રી ભકિત પ્રકાશદાસજી, શ્રી સ્વામિનારાયણ મંદિરર, ગુરૂકુલ, સોમનાથ શા.સ્વા. શ્રી પ્રેમ સ્વરૂપદાસજી મહંતશ્રી સ્વામિનારાયણ મંદિર, જુનાગઢ, સ્વામી શ્રી લક્ષ્મણ જયોતિજી મહારાજ શ્રી કૃષ્ણ પ્રણામી મુલમિલાવા માનવ મંદિર સુરત તેમજ સંતો મહંતોના હસ્તે કરાશે.

આ તકે સુરેશભાઇ ચંદારાણા-ધવલ એગ્રોલ ઇન્ડસ્ટ્રી, રાજકોટ, અજયભાઇ કુમારભાઇ-એશીયન એગ્રો ઇન્ડસ્ટ્રી, નડીયાદ, અબ્બાસભાઇ-આર.એમ. એકસપોર્ટ, મહુવા, ઉમેશભાઇ રાદડિયા-ઓમ એગ્રો ઇન્ડસ્ટ્રી, જુનાગઢ, કમલેશભાઇ બદાણી- બદાણી કોર્પોરેશન, જૂનાગઢ, ગૌરવભાઇ બગડાઇ-ઠા.ગોપાલભાઇ પોપટલાલ, રાજકોટ, બી.આર. તેજાણી- સેક્રેટરી માર્કેટીંગ યાર્ડ, રાજકોટ, સી.આર. પટેલ-રાજકોટ ઉપસ્થિત રહેશે.સફળ બનાવવા એલ.ટી. રાજાણી ચેરમેન, દિપકભાઇ ડી. અભાણી વા.ચેરમેન, બી.આર.સંતોકી ઇ.સેક્રેટરી માર્કેટીંગ યાર્ડ તથા વ્યવસ્થાપક સમિતિના સભ્યો દેવાણંદભાઇ એસ .સોલંકી, રણછોડભાઇ કે. માથુકીયા, ચુનીલાલ વી રાખોલીયા, નટવરલાલ વી. ભુત, બાબુભાઇ કે. માલવીયા, લવજીભાઇ એન. રાજાણી, દિનેશભાઇ આર. વેકરીયા, ભુરાભાઇ એ. ભાદરકા, ગોરધનભાઇ એ. છોડવડીયા, દીદારઅલી એ. કોટડીયા, પરસોતમભાઇ કે. ખુંટ, મનિષકુમાર એ. રાખોલીયા, મદદનિશ ખેતી નિયામક, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓના સભ્યોએ જહેમત ઉઠાવી છે.

ઉપસ્થિત રહેવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

(11:50 am IST)