Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

માળીયા હાટીના રંગે રંગાયુ : હોળી-ધુળેટીની ભવ્ય ઉજવણી

માળીયા હાટીના : હોળીના દિવસે રાત્રે દસ વાગ્યાથી મોડી રાતના એક વાગ્યા સુધી હોળીના દર્શન કરાવવા માટે નાના નાના બાળકોની પોતિ પાળવા માટે ફટાકડાની આતશબાજી બેન્ડ વાજા સાથે લાંબી લાંબી કતારો જોવા મળેલ હતી. મેગલ નદી કાંઠે રેલવે સ્ટેશન પાસે અને જસાપરામાં થઇ કુલશાત હોળી, માળીયામાં પ્રગતાઇ છે નગરજનોએ બે વાગ્યા સુધી લાભ લીધો હતો. અને ધુળેટીના બીજા દિવસે સવારથી અબીલ ગુલાલની છોડ અને કેસુડાના રંગોથી પાકા કલોરોથી નગરજનોએ ખૂબ બપોરના બાર વાગ્યા સુધી રંગેથી કલરોથી ભરપૂર રમ્યા હતાં તેમજ દર વર્ષની જેમ ભકિતભાવ પૂર્વ હોળી તથા ધુળેટીની ઉજવણી કરવામાં આવેલ. મોડી રાત સુધી હોળીના દર્શન તથા પ્રદક્ષિણા ભાવિકો દ્વારા કરી વહેલી સવારથી ધુળેટીની ઉજજવણી કરવામાં આવેલ. આ તકે હવેલી સ્વામિનારાયણ મંદિર જલારામ મંદિર સહિત ધાર્મિક મંદિરોમાં ફુલડોલ ઉત્સવ ઉજવવામાં આવેલ હતી.

(11:48 am IST)