Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

મોરબી માળિયાના વાહન ચાલકને ૪ વખત ખોટા ઇ-મેમો મળ્યા

સીસીટીવી કેમેરા પ્રોજેકટમાં છબરડા : ચલણમાં અન્યનો ફોટો

 મોરબી તા. ૨૩ : માળિયાના રહેવાસીને રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા પ્રથમ ઈ-ચલણ ૨૬-૦૧-૧૯ ના રોજ મળ્યા બાદ ફેબ્રુઆરી માસમાં અને માર્ચ માસમાં સહીત કુલ ચાર ઈ ચલણ તેમને મળ્યા છે જોકે ઈ-ચલણ જનરેટ થવામાં છબરડા વાળવામાં આવ્યા છે. કારણકે માળીયાના વાહનચાલકના જણાવ્યા અનુસાર ઈ-ચલણ સાથે જે ફોટો જોડવામાં આવ્યો છે તે કોઈ મહિલા એકટીવા ચલાવી રહી છે અને જે નંબર તેના સ્કૂટરમાં છે તે જ નંબર અરજદારના સાઈન મોટરસાયકલનો નંબર છે. વધુમાં અરજદારે જણાવ્યું છે કે તેને આજદિન સુધી તેનું મોટરસાયકલ સાઈન કોઈ દિવસ રાજકોટ લઈને ગયા નથી છતાં ઈ-ચલણ તેના નામે મોકલવામાં આવ્યા છે.

જેથી આ મામલે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, પોલીસ કમિશ્નર કચેરી, રાજકોટને લેખિત રજૂઆત કરીને આ મામલે યોગ્ય કરવાની માંગ કરી છે તો રાજકોટ શહેરમાં સીસીટીવી કેમેરા મૂકી દેવામાં આવ્યા છે અને ઈ-ચલણ જનરેટ કરીને કાયદાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામા આવી રહી છે. જોકે ઈ ચલણમાં ભારે છબરડા પણ પ્રકાશમાં આવી રહ્યા છે જે અંગે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને નિર્દોષ વાહનચાલકો ના દંડાય તેની તકેદારી રાખવી જરૂરી બને છે

(10:04 am IST)