Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

માળીયા હાટીના ચાણકય પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીને કરાટે સ્પર્ધામાં ગોલ્ડ અને સિલ્વર મેડલ

પ્રભાસ પાટણ તા.૨૩: દેવભૂમિ દ્વારકા ખાતે આવેલા સનાતન સેવા હોલમાં ઓલ ઇન્ડિયા વોડાધકાઇ કરાટે એસોસિએશન દ્વારા આયોજીત ૮મી રાજ્ય કક્ષાની કરાટે ચેમ્પિયનશીપ યોજાયેલ હતી.

આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનાં ર૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી જૂનાગઢ જિલ્લાની માળિયા હાટીનાં તાલુકાની ચાણકય પબ્લિક સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ (૧) નિમાવત કોૈશલ ભાવેશભાઇ પ્રથમ રેન્ક, વાઢીયા નીરવ પરેશકુમાર બીજો રેન્ક, ચાવડા અમરા શુગાભાઇ ત્રીજો રેન્ક મેળવેલ.

કોચ ચૌહાણ હરેશભાઇના માર્ગદર્શન હેઠળ કોચિંગ આપેલ જેથી કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા અને સંસ્થાનું નામ રોશન કર્યું તે બદલ ચાણકય પબ્લિક સ્કૂલનાં આચાર્ય બી.કે. ભોજક અને અંગ્રેજી માધ્યમનાં હેડ ડો. કુલદિપસિંહ એ અભિનંદન પાઠવેલ. હવે પછી નેશનલ હરીફાઇ કન્યા કુમારી રમવા જવા માટે તેૈયારી કરે છે તેમ કોચ હરેશભાઇ ચૌહાણની યાદીમાં જણાવેલ છે.

(10:03 am IST)