Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સોમનાથ પ્રભાસતીર્થમાં હોળી ઉત્સવ પ્રસંગે ફંડ શહીદોના પરિવાર માટે ફંડ એકત્ર કરાયું

પ્રભાસપાટણ તા.૨૩: ભારતીય સંસ્કૃતિની સૌથી મોટી ઉપલબ્ધી નેતા તહેવારો છે. વિશ્વના બધા જ દેશ કરતા સૌથી વધુ વિવિધતાસભર તહેવારો ભારતમાં ઉજવાય છે. એટલું જ નહી વિવિધતાની ચરમસીમા એ છે કે જેટલા પ્રાંત છે તેટલી જુદી જુદી રીતે તેની ઉજવણી થાય છે દરેક તહેવારોની પાછળ એક હેતું છુપાયેલો હોય છે અને આવો જ કાંઇક અનોખો હોલીકા ઉત્સવ પ્રભાસપાટણમાં ઉજવાય છે.

આપને જાણીને નવાઇ લાગશે કે અહિનું હોલીકા દહનનાં પ્રસંગે મોટા અવાજે અપશબ્દોનાં ઉચ્ચારણ કરવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં આ અપશબ્દો નહીં પરંતુ અને હોલીના ફાગ કહેવામાં આવે છે જે સંસ્કૃત ભાષાનો એક પ્રકારનાં ઉચ્ચારણ છે. અને આ ફાગનાં ઉચ્ચારણ સાથે સારા દિવસોની ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે.

પ્રભાસપાટણ તીર્થનાં રામરાખ ચોકમાં આદિ-અનાદિ કાળથી ઉજવાતા આ અનોખા હોલીકા ઉત્સવમાં પુલવામામાં શહીદ થયેલ જવાનોનાં પરિવાર માટે ભંડોળ એકઠું કરી આધ્યાત્મિકતાની સાથે દેશભકિતનું પણ ઉમદા ઉદાહરણ જોવા મળ્યું હતું જો કે આ હોલી પર્વની ઉજવણીમાં ભાજપનાં પ્રવકતા ભરત પંડયા, ચંન્દ્રકાંત ભટ્ટ, બાલાભાઇ શામળા અને અનેક યુવાનોએ હાજરી આપેલ હતી.

(10:03 am IST)