Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

વિટ્રીફાઈડ ટાઈલ્સમાં ફૂટને બદલે બોક્સ પ્રમાણે ભાવ રખાશે

દિવાળીએ એક માસનું વેકેશન કરવા એસો,ની મિટિંગમાં નિર્ણય

 

મોરબી :ડબલ ચાર્જ વિટ્રીફાઈડ ટાઈલ્સ એશોની મળેલ બેઠકમાં  દિવાળીના સમયમાં વેકેશન રાખવા તેમજ વિટ્રીફાઈડ ટાઈલ્સમાં પણ ફૂટને બદલે બોક્સ પ્રમાણે ભાવ રાખવાનો સર્વસંમતીથી નિર્ણય કરવામાં આવ્યો છે

વિટ્રીફાઈડ ટાઈલ્સ એશો પ્રમુખ કે.જી.કુંડારિયાના અધ્યક્ષસ્થાને ડબલ ચાર્જ વિટ્રીફાઈડ સિરામિક ઉદ્યોગપતિઓની બેઠક મળી હતી જેમાં અગાઉના ક્યાસ પ્રમાણે ભાવવધારાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તેમજ હાલ યુનિટો શટડાઉન લેવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે એસો પ્રમુખ કુંડારિયાએ જણાવ્યું હતું કે તમામ સિરામિક ફેકટરીઓ દિવાળીમાં એક માસનું વેકેશન દરમિયાન ફેક્ટરી બંધ રાખે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ વિટ્રીફાઈડ ટાઈલ્સમાં ફૂટ પ્રમાણે ભાવ નક્કી કરાય છે તેના બદલે એપ્રિલથી વોલ અને ફ્લોર ટાઈલ્સ માફક બોક્સ પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવશે જોકે ભાવવધારાનો કોઈ પ્રસ્તાવ હા

(1:57 am IST)