Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

અમરેલીની શાળામાં વિદ્યાર્થિનીનું પેપર જપ્ત કરતા ટોળું ઘસી આવ્યું :બેફામ ગાળો ભાંડી :બંદૂક દેખાડી તમાશો કર્યો :ચકચાર

અમરેલી:અહીંના લાઠી રોડ ઉપર આવેલી શાળામાં બપોરે ધો. ૧૨ની પરીક્ષા ચાલતી હતી ત્યારે સ્કવોડ દ્વારા એક વિદ્યાર્થીનીનું પેપર જપ્ત કરાયા બાદ લોકોએ શાળામાં આવી કર્મીઓને બંદુક દેખાડી તમાશો કરીને શાળાને માથે લીધી હતી.

 જાણવા મળતી વિગત મુજબ શહેરના લાઠી રોડ ઉપર આવેલી ઓક્સ્ફર્ડ સ્કુલમાં ધો. ૧૨ની પરીક્ષામાં એક વિદ્યાર્થીની ચોરી કરતા પકડાઈ ગઈ હતી. સ્કોવોડ દ્વારા વિદ્યાર્થીનીનું પેપર જપ્ત કરવામાં આવ્યું હતું. તેણીએ બહાર નીકળીને મોબાઈલ મારફતે કોલ કરતા અમુક લોકો શાળામાં ઘસી આવ્યાં હતાં.પેપર જપ્ત કરનાર શિક્ષિકાને બેફામ રીતે અપશબ્દો બોલવામાં આવ્યાં હતાં.

ત્યારબાદ બહારથી આવેલા શખસો પૈકીના એક શખસે પોતાના ખીસ્સામાંથી બંદુક કાઢી હતી. ત્યારબાદ વિદ્યાર્થીની સામે કોઈ પ્રકારનો કોપી કેસ નોંધવામાં આવે નથી કે કોઈ પોલીસ ફરિયાદ પણ નોંધાવામાં આવી નથી. ઉપરાંત શાળામાં આવેલા લોકોએ પોલીસ જવાનોને પણ આડેહાથ લીધા હતાં. અને તેઓ મુકપ્રેક્ષક બનીને સમગ્ર ઘટના જોતા હતાં.

અંગે જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક સાધતા તેમણે મુદ્દે તપાસ કરીને કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

(1:49 am IST)