Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વલ્લભસ્વામીએ મેળવી D Lit ની માનદપદવી: રાજ્યપાલ કોહલીના હસ્તે એનાયત

સંસ્કૃતભાષાને જનભાષા બનાવવાના પ્રયાસ બદલ માનદ D Litt વિદ્યાવાચસ્પતિની પદવી એનાયત કરી

 

વેરાવળ: સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વલ્લભસ્વામીએ  D Litt વિદ્યાવાચસ્પતિની પદવી મેળવી છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો દસમો પદવીદાન સમારંભમાં રાજ્યપાલ . પી. કોહલીએ વડતાલ સ્વામિનારાયણ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી સંત વલ્લભ સ્વામીને એમના સંસ્કૃતભાષાને જનભાષા બનાવવાના પ્રયાસ બદલ માનદ D Litt (Doctorate of literature) વિદ્યાવાચસ્પતિની પદવી એનાયત કરી હતી.

    પ્રસંગે રાજ્યપાલ . પી. કોહલીએ જણાવ્યુ હતું કે ભાષા અને સંસ્કૃતિ આપણા મૂળ છે અને મૂળ આપણને પોષણ આપે છે. જેવી રીતે ઇઝરાયેલે પોતાની મૃતપ્રાય થઇ ગયેલ ભાષા હિબ્રુને સજીવન કરી એને બોલચાલની ભાષા બનાવી એવી રીતે આપણે પણ સંસ્કૃતને બોલચાલની ભાષા બનાવવી જોઈએ.

અંગે ડૉ. સંતવલ્લભ સ્વામીએ જણાવ્યુ હતું કે સન્માન મારુ નથી સારાયે સંપ્રદાયનું છે. જો આપણે આપણા શાસ્ત્રોમાં પડેલ જીવન જીવવાની અને જીતવાની જડીબટ્ટી મેળવવી હોય તો આપણે શાસ્ત્રોને સમજવા એની ભાષા સંસ્કૃતને અપનાવવી પડશે.

   સ્વામિનારાયણ સંપ્રદાયની બંને ગાદી અમદાવાદ અને વડતાલ દેશના સૌ પ્રથમ ડૉ. સંતવલ્લભ સ્વામી વિદ્યાવાચસ્પતિની પદવી મેળવતા વડતાલ ગાદિના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય વતી સંપ્રદાયનું ગૌરવ વધારવા બદલ રાજીપો વ્યક્ત કરી આશીર્વાદ પાઠવ્યા હતા.

(9:29 am IST)