Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

જામનગર જિલ્લા માટે ધિરાણ વસુલાત સહાય

૧૧ લાખથી વધુની સહાયતા

જામનગર,તા.૨૩: જામનગર જિલ્લામાં તા. ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ની સ્થિતિએ વર્ષ ૨૦૧૬-૧૭માં કુલ ૮ સેવા સહકારી મંડળીઓને ધિરાણ પેટે ૨,૮૫,૯૦૦ અને વસુલાત વૃદ્ધિ સહાય પેટે ૨,૧૫,૨૦૦ તેમજ તેમજ વર્ષ ૨૦૧૭-૧૮માં ત્રણ મંડળીઓને ધિરાણ પેટે ૪,૩૨,૯૦૦ જ્યારે વસૂલાત વૃદ્ધિ સહાય પેટે ૨,૫૦,૨૦૦ એમ બંને વર્ષોમાં કુલ ૧૧,૮૪,૨૦૦ની રકમ આપવામાં આવી છે તેમ જામનગર ઉત્તરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ સહકારી મંડળીઓને સહાય અંગે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન પૂછાયેલા પ્રશ્નો ઉત્તર આપતાં સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. ધિરાણ સહાય મંજૂર કરવાની સત્તા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ દ્વારા પૂછાયેલા પ્રશ્નો જવાબ આપતાં રાજ્યમંત્રીએ કહ્યું હતું કે, ૨૦૦૦૦ સુધી જિલ્લા રજિસ્ટ્રાર ૨૦,૦૦૦થી ૨ લાખ સુધી સંયુક્ત રજિસ્ટ્રાર તેમજ ૨ લાખથી ૪ લાખ મંજૂર કરવાની સત્તા અધિક રજિસ્ટ્રારને અપાઈ છે.

(10:07 pm IST)
  • જૂના જમાનાની વિખ્યાત અભિનેત્રી ઝીનત અમાને લગાવ્યો બળાત્કારનો આરોપ : ધડાકો : ફરીયાદ દાખલ : મુંબઈના જૂહુના પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાયો : જૂહુના મોહમ્મદ સરફરાઝ ઉપર લગાવ્યો આરોપ : બળાત્કારની સાથે ૧૫ કરોડની છેતરપીંડી પણ કરાયાની ફરીયાદ દાખલ : આરોપી મોહમ્મદ સરફરાઝની ધરપકડ કરવામાં આવી છે access_time 4:21 pm IST

  • લાભનાં પદ મુદ્દે દિલ્હી AAPનાં ૨૦ ધારાસભ્યોને મળી મોટી રાહત : ચૂંટણી પંચ દ્વારા સભ્યપદ રદ્દ કરવાની સૂચનાને દિલ્હી હાઇકોર્ટે કરી રદ્દ : આ બાબતે ચૂંટણી પંચને ફરી સુનવણી કરવા કોર્ટનો આદેશ access_time 2:57 pm IST

  • ઈન્ડિયન પ્રીમિયર લીગના આગામી સત્રમાં અમ્પાયરના નિર્ણયની સમીક્ષા પ્રણાલી(ડીઆરએસ) નો ઉપયોગ કરી શકાશે. આઈપીએલ ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, ઘણા વખતથી તેની પર વિચાર કરવામાં આવી રહ્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ટી20 માં દરેક ટીમને અમ્પાયરના એક નિર્ણયની સમીક્ષા માટે તક આપવામાં આવશે. access_time 1:43 am IST