Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્‍લાના શહીદ વિરોના પરીવારજનોનું સન્‍માનઃ એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો

જામનગરઃ જામનગરના સાંસદ પૂનમબહેન માડમ અને ભાજપ યુવા મોર્ચા દ્રારા  23મી માર્ચ શહીદ દિનની પૂર્વ સંધ્યાએ જામનગરમાં એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરાયું હતુંજામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં રહેતા શહીદવીરોના પરિવારજનોનું સન્માન કરવામા આવ્યું હતું.

   કાર્યક્રમમાં લોકગાયક કિર્તીદાન ગઢવી, ઓસમાણ મીર અને દેવરાજ ગઢવીએ દેશભક્તિ સહિતના વિવિધ ગીતો રજૂ કર્યા હતા.

સાંસદ પૂનમબહેન માડમરિલાયન્સના સિનિયર ગ્રુપ વાઈસ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણી, જામનગર અને દ્રારકા જિલ્લાના ભાજપના આગેવાનો સહિત મોટી સંખ્યામાં શહેરીજનોએ હાજરી આપી હતી.

(5:49 pm IST)