Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

હવે પીધેલા પોલીસ કર્મીનો વીડીયો વાયરલઃ ગાંધીધામમાં ખાખી વરદીધારી નશામાં ધૂતઃ ડીએસપી સુધી વીડીયો પહોંચ્યો

ભુજ તા.૨૩: દારૂબંધી માત્ર કાગળ પર જ છે? ગુજરાતમાં જે રીતે દારૂબંધીનો હાસ થઇ રહ્યો છે એ જોતા સૌથી મોટો આ સવાલ લોકોને મૂંઝવે છેગાંધીધામની ગાંધી મારકેટ પાસેના વાયરલ થયેલા એક વીડીયોમાં નશામાં ધૂત ખાખી વરદીધારી પોલીસ કોન્સ્ટેબલ દેખાઇ રહ્યો છે છકડામા ંબેસવા માંગતો આ પોલીસ કર્મી માત્ર ઓસ્લો એટલું જ બોલી શકે તેવી દશામાં દેખાઇ રહ્યો છે.પીયકકડ એવો આ પોલીસ કર્મી પૂર્વ કચ્છ પોલીસનો હેડકવાર્ટરમાં ફરજ બજાવી રહ્યો હોવાનુ જાણવા મળે છે.દરમિયાન પૂર્વ કચ્છના ડીએસપી ભાવનાબેન પટેલ પોતાને આ વીડીયો મળ્યો હોવાનુ અને પોતે તપાસના આદેશ આપ્યા હોવાનુ જણાવ્યુ  છે.

(4:18 pm IST)