Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

પરિણીત હોવાનું છૂપાવી ઓરિસ્સાની યુવતિએ જામનગરમાં લગ્ન કરી ૩ લાખ લઇ છૂ થઇ ગઇ

જામનગર, તા. ર૩ :  અહીં સીટી ''સી'' ડીવીઝનમાં રાકેશ વૃંદાવન પારીડી (યાદવ) રહે. હાલ જામનગરવાળાએ ફરીયાદ નોંધાવી છ ે કે મુનુ પ્રિયદર્શની, પ્રમોદકુમાર ચૌધરી રે. મુ. સંતારા જી. જગતસીંધપુર ઓરીસા વાળીએ ફરીયાદી ને વિશ્વાસમાં લઇ પોતે અગાઉ લગ્ન કર્યાનું છુપાવી ફરીયાદી સાથે લગ્ન કરી ફરીયાદી પાસે અવાર-નવાર આરોપીએ પોતાના ખાતામાં છુટક છુટક ત્રણ લાખ રૂપિયા નખાવી ફરીયાદીને વિશ્વાસઘાત કરી વતનમાં નાસી જઇ ગુન્હો કરેલ છે.

ગળાફાંસો ખાઇ આયખુ ટુંકાવ્યું

અહીં બેડીમરીન પોલીસ સ્ટેશનમાં આંચલબેન ચંદ્રપ્રકાશ દુબે એ જાહેર કરેલ છે કે ચંદ્રપ્રકાશ યોગેન્દ્ર દુબે (ઉ.ર૮) એ સુસાઇડ નોટમાં પોતાા પર પૈસાનો ફરજ વધી ગયેલ હોય જે ભરી શકે તેમ ન હોય જેથી પોતાના હાથે હિન્દી ભાષામાં સુસાઇડ નોટ લખી પોતાના ઘરે દ્વારકાધીશ પાર્ક-ર ઢીંચકા રોડ ખાતે ગળા ફાંસો ખાઇ આયખુ ટુંકાવ્યું આ અંગે પોલીસે સુસાઇડ નોટ કબ્જે લઇ આગળની તપાસ હાથ ધરી છે.

(3:58 pm IST)