Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

પીજીવીસીએલ શરાબની મહેફીલના સીસીટીવી ફુટેજ મેળવતા રાજકોટના અધિક્ષક ઈજનેર બલદેવઃ ભચાઉના ઈજનેર રાવ ચર્ચામાં

ભૂજ, તા. ૨૩ :. રાજ્ય સરકારનાં દારૂબંધીના કડક નિયમોનું પાલન કરવાને બદલે સરકારી કચેરીમાં ઉચ્ચ સરકારી અધિકારી દ્વારા જ શરાબની મહેફીલ માણવાના  ભચાઉના કિસ્સાએ સમગ્ર રાજ્યના વીજતંત્રમા ખળભળાટ મચાવ્યો છે.

દરમિયાન વાયરલ થયેલા શરાબની મહેફીલ માણી રહેલા ભચાઉ પીજીવીસીએલના કાર્યપાલક ઈજનેર જે.વાય. રાવનો વીડીયોના સીસીટીવી ફુટેજ રાજકોટ પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર એસ.વી. બલદેવે કબ્જે કર્યા છે.

ભચાઉ પીજીવીસીએલમાં આથી અગાઉ ગેરકાયદે ટ્રાન્સફોર્મરની સાથે આખે આખી વીજલાઈન ખેંચવા જેવા કિસ્સાઓ પીજીવીસીએલ દ્વારા ઝડપાઈ ચુકયા છે પણ સરકારની આંખમા ધૂળ ઝોકતા ભ્રષ્ટ અને લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહી આગળ ધપી શકતી નથી એ કડવુ સત્ય છે.

(1:18 pm IST)