Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

રાજુલાના કોવાયામાં નબળી ગુણવતાનો કોલસો પધરાવીને ૭.પ૦ લાખની છેતરપિંડી

અમરેલી તા.ર૩ : રાજુલાના કોવાયામાં સારી ગુણવતાનો કોલસો ઉતારી ચાર ટ્રકમાં હલકી ગુણવતાનો કોલસો પધરાવી દેવામાં આવ્યો હતો. જેથી તેમના વિરૂધ્ધ ૭.પ લાખની છેતરપિંડીની ફરીયાદ નોંધવામાં આવી હતી.

મહુવાના ખેરડમાં રહેતો મુન્નાભાઇ સવજીભાઇ શીવડએ પોતાના હવાલાવાળા ટ્રકમાં રાખેલ કોલસો જે ર૧ ટન હોય અને જેની કિ. રૂ.૧૭પ૦૦ જયારે અજીજ હાજી દલે પોતાના હવાલા વાળા ટ્રકમાં રાખેલ કોલસો ર૪ ટન જેની કિં.રૂ.ર લાખ થતી હોય, પ્રતાપભાનુ મકવાણાએ ટ્રકમાં રપ ટન જેની કિ.રૂ.ર લાખ અને નરેશ વીરા સોલંકીએ પોતાના ટ્રકમાં રાખેલ ર૧ ટન જેની કિ. ૧.૭પ લાખ હોય જેથી ચારેય શખ્સોએ સારી ગુણવતાનો કોલસો ટ્રકમાંથી ઉતારી એમ કુલ ૭.પ લાખનો હલકી ગુણવતાનો કોલસો પધરાવી દેવામાં આવ્યો હતો. તેના વિરૂધ્ધ કાળુભાઇ વાલેરાભાઇ લાખણોત્રાએ મરીન પીપાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતના અનેક કલમ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

(1:16 pm IST)