Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ગોંડલમાં પૂ.હરીચરણદાસજી મહારાજને જન્મોત્સવની શુભેચ્છા પાઠવતા વિજયભાઇ

ગોંડલઃ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આજે ગોંડલના મહેમાન બન્યા છે. ગોંડલ શ્રી રામજી મંદિરે પૂ. હરીચરણદાસજી મહારાજના જન્મોત્સવ પ્રસંગે શ્રી વિજયભાઇ રૂપાણીએ શુભેચ્છા પાઠવીને આશીર્વાદ લીધા હતા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શ્રી રામ હોસ્પીટલ ખાતે વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઉપરની પ્રથમ તસ્વીરમાં પૂ. હરીચરણદાસજી મહારાજને પુષ્પહાર પહેરાવીને જન્મોત્સવની શુભેચ્છા પાઠવતા શ્રી વિજયભાઇ રૂપાણી નજરે પડે છે. નીચેની તસ્વીરમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, રાજકોટ શહેર ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, રઘુવંશી અગ્રણી અને હોટલ ફર્નવાળા નિતીનભાઈ રાયચુરા, ક્રિકેટર ચેતેશ્વર પુજારા, યાર્ડના ચેરમેન જયંતીભાઇ ઢોલ, ઉદ્યોગપતિ રમેશભાઇ ધડુક સહીતના ઉપસ્થિત રહયા હતા. તે નજરે પડે છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(4:07 pm IST)