Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

શ્રી સ્વામીનારાયણ આશ્રમ તીર્થધામ સાંકળી ખાતે ત્રણ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સ્વ

૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ સહિત સંતો-મહંતો પધારશેઃ મુખ્યમંત્રીના હસ્તે નિલકંઠ ઇન્ટરનેશનલ સ્કુલનું ઉદઘાટન સાથે સ્વ. સવજીભાઇ કોરાટનું સ્ટેચ્યુ અનાવરણ કરાશેઃ શનિવારે રાત્રીના કિર્તીદાન ગઢવી, બીરજુ બારોટ સહિત કલાકારનો લોકડાયરોઃ શાસ્ત્રી શ્રી રાધા રમણ સ્વામી કાલથી ત્રણ દિવસ કથાનું રસપાન કરાવશે

ધોરાજી તા. ર૩ :.. જેતપુર તાલુકાના સાંકળી ગામે શ્રી સ્વામીનારાયણ આશ્રમ તીર્થધામ ખાતે તા. ર૪ શનિવારથી તા. ર૬ સોમવાર સુધી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત અનેક રાજદ્વારેથી તેમજ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ સાથે ધામેધામ માંથી સંતો-મહંતો પધારી આર્શીવાદ પાઠવશે.

સાંકળીના પૂ. કોઠારી શાસ્ત્રી શ્રી વિવેકસાગરજી સ્વામીએ અને શાસ્ત્રી શ્રી રાધા રમણદાસ સ્વામી (જામજોધપુર વાળા) એ જણાવેલ કે તા. ર૪ થી ર૬ ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વડતાલના આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના અધ્યક્ષતામાં ઉજવાશે સાથે તા. ર૪ ને શનિવારે બપોરે ૩ કલાકે ભગવાનની નગર યાત્રા નિકળશે. બપોરે ૩.૩૦ કલાકે પૂ. શ્રી શાસ્ત્રી શ્રી રાધા રમણદાસજીસ્વામી (જામજોધપુર વાળા) ભગવાન સ્વામીનારાયણના દિવ્ય લીલા ચરીત્રોનું દરરોજ રસપાન કરાવશે.

શનિવારે રાત્રીના ૯.૩૦ કલાકે કિર્તીદાન ગઢવી, બીરજુ બારોટનો લોક ડાયરો યોજાશે.

તા. રપ ને રવિવારે પૂ. આચાર્યશ્રી રાકેશપ્રસાદજીના આર્શીવાદ સાથે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે વિવિધ  કાર્યક્રમો યોજાશે.

વિજયભાઇ રવિવારે પધારશે

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રવિવારના રોજ મહોત્સવમાં ભાગ લેશે જેવોના હસ્તે શ્રી નિલકંઠ ઇન્ટર નેશનલ  સ્કૂલનું ઉદ્ઘાટન કરશે સાથે સાથે છોટે સરદારનું બીરૂદ પામેલ પૂર્વ કેબીનેટ મંત્રી સ્વ. સવજીભાઇ કોટાના સ્ટેચ્યુનું અનાવરણ કરશે. આ સાથે સદ્ગુરૂ મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી રાજકોટ ગુરૂકુલ સદ્ગુરૂ પુરાણી સ્વામી શ્રીજીસ્વરૂપદાસજી વંથલી-માધવપ્રિયદાસજી છારોડી, માધવ જીવનદાસજી જુનાગઢ-સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી ધંધુકા, નિલકંઠ ચરણદાસજી જેતપુર સહીત જુનાગઢધામ-વડતાલધામ, ધોલેરાધામ, અમદાવાદ ધામ મુળીધામ, ભુજામ, ધામેધામમાંથી સંતો મહંતો આશિર્વાદ પાઠવશે.

રાજદ્વારેથી મંત્રી જયેશભાઇ રાદડીયા, પૂર્વમંત્રી જશુબેન કોરાટ, પ્રશાંતભાઇ કોરાટ, ચેતનભાઇ રામાણી, જીલ્લા ભાજપ પ્રમુખ જે.કે. સખીયા, ભાનુભાઇ મેતા, જેન્તીભાઇ ઢોલ ભરતભાઇ બોઘરા વિગેરે ઉપસ્થિત રહેશે.

તેમજ અન્ય સંતોમાં પરબના મહંતશ્રી કરશનદાસબાપુ-લઘુ મહંત શ્રી રાજેન્દ્રદાસબાપુ સતાધારના લઘુમહંત વિજયબાપુ, મુંજકા આશ્રમના શ્રી પરમાત્માનંદજી સુરતના શાસ્ત્રી જીજ્ઞેશ દાદા (ભાગવતા ચાર્ય) ભુવનેશ્વરી પીઠના ઘનશ્યામદાસજી મહારાજ જુનાગઢના ઇન્દ્રભારતીબાપુ - ચાપરડાના મુકતાનંદ બાપુ, દૂધીવદરના મહંતશ્રી ચંદ્રચૈતન્યસ્વામી જીંજૂડીના શ્રીરામ દયાલદાસ બાપુ વિગેરે સાધુ સંતો ઉપસ્થીત રહેશે.

તા. રર ગુરૂવાર થી મહાયજ્ઞનો પ્રારંભ થશે તા. ર૪ થી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે કથાનો પ્રારંભ થશે તા. રપ એ આચાર્યશ્રીના આર્શીવાદ અન્નકુટ મહોત્સવ મુર્ર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સ્કુલ ઉદઘાટન વિગેરે સમારોહ યોજાશે તા. ર૬ એ મહોત્સ્વની પુર્ણાહૂતિ થશે.

રાત્રી કાર્યક્રમમાં તા. ર૪ લોકડાયરો રાત્રીના ૯ કલાકે જેમાં કીર્તીદાન ગઢવી, બીરજુ બારોટ સાથે કલાકારો રમઝટ બોલાવશે.

તા. રપ ને રવિવારે રાત્રીના ૯ કલાકે ઘનશ્યામ જન્મોત્સવ આહીર રાસ - મંડળી - વેડવા  તા. ર૬ ને સોમવારે રાત્રીના મયુર દવે અને મુકેશભાઇ લાશાવાળાનો કાર્યક્રમ યોજાશે.

મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે કોઠારી શાસ્ત્રી શ્રી સ્વામી શ્રી વિવેક સાગરજી શાસ્ત્રી શ્રી રાધા રમણદાસજી સ્વામી (જામજોધપુર) સ્વામી શ્રી વિષ્ણુપ્રસાદદાસજી સ્વામી શ્રી વાસુદેવ પ્રસાદદાસજી, સ્વામીશ્રી મુની વત્સલદાસજી વિગેરે સ્વામી શ્રીઓ તેમજ હરિભકતો દાતાશ્રીઓ તથા સાંકળી ગામના ગ્રામજનો વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(8:55 pm IST)