Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

મોરબીમાં જાલો ભરવાડ પિસ્તોલ-કાર્ટીસ સાથે પકડાયો

એલ.સી.બીએ ભરવાડ શખ્સને ગેંડા સર્કલ પાસેથી દબોચ્યો

રાજકોટ તા.૨૩: મોરબીના એલસીબીના સ્ટાફે બાતમીના આધારે ભરવાડ શખ્સને ગેંડા સર્કલ પાસેથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ પોલીસ અધિક્ષક મોરબી જયપાલસિંહ રાઠોડ માર્ગદર્શન હેઠળ આર.ટી.વ્યાસ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.મોરબીને શરીર સબંધી ગુનાઓ બનતા અટકાવવા ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા અંગે માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બીના. પોલીસ હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહીલને મળેલ હકિકત આધારે મોરબી ગેંડા સર્કલ નજીક, વાંકાનેર જવાના બસસ્ટેન્ડ પાસેથી જાલાભાઇ છેલાભાઇ બાંભવા જાતે (ભરવાડ) (ઉ.વ.૩૩) (રહે.નવા વઘાસીયા તા.વાંકાનેર જી.મોરબી)ને દેશી બનાવટની પિસ્તોલ કી.૧૦,૦૦૦ તથા એક જીવતો કાર્ટીસ કી.રૂ.૧૦૦ મળી કુલ મુદામાલ કી.રૂ.૧૦,૧૦૦ પકડીપાડી મોરબી સીટી બી ડીવી વીઝન પોલીસને સોપ્યો હતો.

(1:10 pm IST)