Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

જસદણના ગઢડીયામાં દલિત યુવાને લવમેરેજ કરતાં તેના પિતા પર હુમલો

વૃધ્ધ ખીમજીભાઇ પરમાર પર યુવતિના પરિવારજનો ધોકાથી તૂટી પડ્યા

રાજકોટ તા. ૨૩: જસદણ તાબેના ગઢડીયા ગામમાં રહેતાં દલિત વૃધ્ધ ખીમજીભાઇ પુંજાભાઇ પરમાર (ઉ.૬૦) પર વિપુલ ભનુભાઇ મકવાણા, સંજય, નારણભાઇના છોકરા, ગુલીભાઇના છોકરા સહિતે લાકડી-ધોકાથી હુમલો કરી માર મારતાં જસદણ સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ જસદણ પોલીસને જાણ કરી હતી. ખીમજીભાઇના સગા દિપકભાઇએ કહેવા મુજબ ખીમજીભાઇના દિકરા બાબુએ વીસેક દિવસ પહેલા ભનુભાઇની દિકરી શારદાને ભગાડીને લવમેરેજ કરી લીધા છે. આ કારણે મનદુઃખ ચાલતું હોઇ ખીમજીભાઇ પર યુવતિના પરિવારજનોએ હુમલો કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:10 pm IST)