Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ક્લ્યાણપુરના ગઢડાના દુષ્કર્મ મામલે આરોપીને ધરપકડ નહીં કરાય તો ઉપવાસ આંદોલન:પીડિતાનો એસપીને પત્ર

ફરિયાદના છ છ દિવસ વીતવા છતાં ધરપકડ નહીં થતા પીડીતાએ પોલીસ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા

 દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરના ગઢડા ગામની એક યુવતી સાથે તેના મામાએ દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ બાદ દિવસ વીત્યા છતાં આરોપીની પોલીસે ધરપકડ કરી નથી.જેથી પરિવારે એસપીને કરેલી અરજીમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે.

  અંગેની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ગઢડા ગામની એક યુવતી સાથે તેના કૌટુંબિક મામાએ દિવસ પૂર્વે દુષ્કર્મ આચર્યું હતું. જે દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ જીલ્લા એસપીને લેખિત આવેદન પાઠવી ન્યાયની માંગ કરી છે. આવેદનમાં જણાવ્યું છે કે ૧૯ વર્ષની યુવતીને અકસ્માતને પગલે પગમાં ઈજા હોય જેની સારવાર માટે દવાખાને જવાનું હોય અને તેના પિતા પણ ઈજાગ્રસ્ત હોય જેથી કૌટુંબિક મામા ભીમા રામ મધુડીયા રહે. સિદસરા સીમમાં વાળાએ તેણે મોટરસાયકલ પર દવાખાને લઇ જવાનું કહેતા યુવતીના પરિવાર સહમતી આપી હતી. જોકે દવાખાને લઇ જતી વેળાએ કૌટુંબિક મામાની નિયત બગડી હતી અને ભીમા મધુડીયા નામના શખ્શે રસ્તામાં સીમમાં અવાવરૂ જગ્યાએ લઇ જઈને દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ રાડારાડ કરતા એક સતવારા ભાઈ ત્યાં આવી જતા આરોપી બાઈક મૂકી નાસી ગયો હતો. જે મામલે પરિવારને જાણ કરતા પોલીસ ફરિયાદ કરી હતી. જોકે પોલીસે દુષ્કર્મને બદલે દુષ્કર્મની કોશિશ એવું ફરિયાદમાં લખ્યું છે. આરોપી ભીમા રામા મધુડી યા પૈસાદાર લાગવગવાળા માણસ છે અને આરોપી અને તેના કુટુંબીજનો લાગવગ ધરાવે છે જેને પોલીસ દ્વારા છાવરવામાં આવી રહ્યા છે.

  વધુમાં યુવતીએ એસપીને પાઠવેલા આવેદનમાં આપવીતી વર્ણવી છે કે આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં નહિ આવે તો આરોપી અને તેના કુટુંબીજનો મારી નાખે તેમ છે. જેથી આરોપીની તાત્કાલિક ધરપકડ કરો અને ધરપકડ કરવામાં નહિ આવે તો નાછૂટકે એસપી કચેરી સમક્ષ ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. તેમજ આરોપીની ધરપકડ ના થાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત આપવાની પણ માંગ કરવામાં આવી છે.

(1:30 am IST)