Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ધોરાજીમાં ખળભળાટ મચાવતી ઘટનાઃ દંપતિની લાશનો બનાવ હત્યા-આત્મહત્યાનો નીકળ્યો

દિકરાને સગી મા સાથે આડોસંબંધ હોવાની શંકાથી નિઝામે દિકરાની હત્યાનો પ્રયાસ કર્યા પછી પત્નિને પતાવી દીધી ને પોતે પણ મરી ગયો!

ભર ઉંઘમાં સુતેલા ૨૦ વર્ષના દિકરા નવાઝને માથામાં પથ્થર ફટકારી પતાવી દેવાનો પ્રયાસ કર્યોઃ એ પછી પત્નિ જુબેદા (ઉ.૪૫)ને ફાંસો દઇ મારી નાંખી છેલ્લે નિઝામ ઉર્ફ મુન્નો સોઢા (ઉ.૪૯)એ પોતે ઝાડમાં લટકી જઇ જિંદગી ટૂંકાવી લીધાની વિગતો ખુલતાં ચકચારઃ નિઝામની બહેને કર્યો સમગ્ર ઘટનાનો પર્દાફાશ

શંકાએ પીખ્યો પરિવારનો માળો : ધોરાજીમાં મુસ્લીમ પ્રૌઢે કલ્પી ન શકાય તેવી શંકાના વમળમાં ફસાઇને  પોતાના જ પુત્રની  હત્યાનો પ્રયાસ કર્યા બાદ પત્નીને ફાંસો દઇ મારી નાખી લાશ ઝાડ ઉપર ટીંગાડી દઇ બાદમાં પોતે પણ ઝાડમાં લટકી આપઘાત કરી લીધાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એક શંકાએ આખા પરિવારનો માળો પીંખી નાખ્યો છે. તસ્વીરમાં મુસ્લિમ દંપતિના લટકતા મૃતદેહ  તથા ઘટના સ્થળે પરિવારજનો અને લોકોના ટોળા નજરે   પડે છે. (તસ્વીર : કિશોર રાઠોડ, ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)

(કિશોર રાઠોડ - ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ,૨૩ : (કિશોર રાઠોડ - ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૨૩: ધોરાજીમાં મુસ્લિમ દંપતિએ પોતાના પુત્રના માથા ઉપર પથ્થરના ઘા ઝીંકીને હત્યાનો પ્રયાસ કર્યા બાદ પોતે ઝાડવે ટીંગાઇને આત્મહત્યા કરી લીધાની સવારે જાહેર થયેલી ઘટનામાં ખળભળાટ મચાવતી વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. આ ઘટના હત્યાનો પ્રયાસ, હત્યા અને આત્મહત્યાની હોવાનું જાહેર થયું છે.   મુસ્લિમ પ્રોૈઢને એવી શંકા હતી કે તેના દિકરા અને પત્નિ એટલે કે સગા મા-દિકરા વચ્ચે આડાસંબંધ છે!...આ શંકાને કારણે આ પ્રોૈઢે સોૈ પહેલા પોતાના ૨૦ વર્ષના નિંદ્રાધીન પુત્રને માથામાં પથ્થરના ઘા ફટકારી મારી નાંખવાનો પ્રયાસ કર્યા બાદ પોતાની પત્નિને ફાંસો દઇ પતાવી દીધા બાદ લાશ ઝાડમાં લટકાવી દીધી હતી અને એ પછી પોતે પણ લટકી ગયો હતો અને આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસમાં આવી ચોંકાવનારી વિગતો સામે આવતાં સર્વત્ર ચકચાર મચી ગઇ છે.

ખળભળાટ મચાવતી આ ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના રસુલપરા દરગાહ પાસે રહેતા નિઝામભાઇ ઉર્ફે મુન્નો વલ્લીમામદભાઇ સોઢા (ઉ.વ.૪૯) અને તેમના પત્ની ઝુબેદાબેન નિઝામભાઇ સોઢા (ઉ.વ.૪૫)એ કોઇ કારણોસર ભરઉંઘમાં સૂતેલા પોતાના પુત્ર નવાઝ (ઉ.વ.૨૦) ઉપર પથ્થરના ઘા ઝીંકયા બાદ  દંપતિનો મૃતદેહ ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

પુત્ર નવાઝને ગંભીર હાલતમાં જુનાગઢની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આત્મહત્યા કરી લેનાર નિઝામભાઇ સોઢા મજુરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં એક પુત્ર નવાઝ અને બે પુત્રી છે. આ ઘટના બની ત્યારે પરિવારના ૯૦ વર્ષના વૃધ્ધા ઘરમાં સૂતા હતા.

ધોરાજીના જુના ઉપલેટા રોડ રસુલપરા વિસ્તાર ઇદગાહ રોડ ઉપર વૃક્ષ ઉપર લટકતી લાશ સ્ટેશન ખાતે જાણ કરતા ધોરાજી પોલીસના પીએસઆઇ વસાવા  વિજયભાઇ ચાવડા લાલભાઇ વિગેરે સ્થળ ઉપર તાત્કાલીક પહોંચી ગયા હતા અને સ્થળ તપાસ કરતા આજ વિસ્તારમાં રહેતા મુસ્લીમ પરીવારના બે પતિ-પત્નિની ઝાળવે ટીંગાતી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરેલી હાલતમાં લાશ જોવા મળેલ હતી અને ૨૦ વર્ષનો પુત્ર લોહીલોહાણ હાલતમાં જોવા મળેલ. જે બનાવ અંગે તાત્કાલીક ર૦ વર્ષના યુવાનને ૧૦૮ મારફતે પ્રથમ ધોરાજી અને ત્યાંથી વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડેલ છે.

તાત્કાલીક પ્રથમ ધોરાજી અને ત્યાંથી વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડેલ છે.

જયારે  વિસ્તારના લોકોને પુછતા તેઓએ જણાવેલ કે જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે. આ ત્રણેયની ઓળખ મહમદભાઇ નામના મુસ્લીમ યુવકે કરી બતાવેલ અને જણાવેલ કે પતિ-પત્નિ જે મરણ ગયેલ છેએ અમારા વેવાઇ થાય છે.

દરમિયાન આ બનાવ અંગે મુમતાઝ બેન બોદુભાઇ સંધીએ પોલીસમાં ફરીયાદ કરી છે જેમાં આરોપી તરીકે આપઘાત કરી લેનાર નિઝામ ઉર્ફે મુન્ના વિરૂધ્ધ ગુન્હો નોંધાયો છે. જેમાં જણાવ્યુ છે કે રસુલપરા વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા નિઝામ ઉર્ફે મુન્નો સોઢાને શંકા હતી કે તેની પત્ની ઝુબેદા સાથે તેના પુત્ર નવાઝને આડાસંબંધ હોવાની શંકાએ ગઇ મોડી રાત્રીના પત્ની ઝુબેદાને માથામાં ઇજાઓ કરીને મોતને ઘાટ ઉતારી પોતાના પુત્રને મારી નાખવાના ઇરાદે ઇજાઓ કરી હતી. ત્યાર બાદ પોતે પણ પોતાની પત્નીના મૃતદેહ પાસે લીમડાના ઝાડ સાથે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પીઆઇ કે.આર.રાવતે પુછપરછ હાથ ધરી છે.

(3:37 pm IST)