Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ધોરાજીના ભોળા ગામે કામ ન મળતા નિકુંજ પરમારે ઝેર પીધું

રાજકોટ તા. ૨૩: ધોરાજીના ભોળા ગામે રહેતાં નિકુંજ નટુભાઇ પરમાર (ઉ.૧૮) નામના વણકર યુવાને ઝેરી દવા પી લેતાં ધોરાજી, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

નિકુંજ બે ભાઇમાં મોટો છે અને કડીયા કામની મજૂરી કરે છે. તેના પિતા ખેત મજૂરી કરે છે. નિકુંજના કહેવા મુજબ કડીયા કામની મજૂરી હાલમાં મળતી ન હોઇ કંટાળીને આ પગલુ ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ ધોરાજી પોલીસને જાણ કરી હતી.

(12:03 pm IST)